________________
૨૨
[ મહાન ગુજરાત પ્રત્યે આકર્ષાયા અને તેમના અનુરાગી બન્યા. અને આ ધર્મચાર્યાના સત્સંગમાં મહારાજા સિદ્ધરાજ જયદેવ આવ્યા.
- ગુરૂદેવ શ્રીદેવચંદ્રસૂરીશ્વરે પિતાને માટે ભાખેલ ભવીષ્યનો વેગ પણ પોતાને જ્ઞાનબળે યોગ્ય લાગ્યો. જેથી તેમને સ્વપરના હીતાર્થે, પોતાની માતૃભૂમીને જુગાર વગેરે સાત વ્યસનોથી દુર કરાવવી, અમારી પડતથી હીંસાને ત્યાગ કરાવી, સર્વે જીવોને અભયદાન અપાવવાને, અને આ ભૂમીને અહીંસાવાદી જૈન શાસનમય બનાવવાને સુયોગ શ્રીહેમસૂરીને પ્રાપ્ત થયું. ને તેને તેમણે સદઉપયોગ કર્યો.
ઉદયન મંત્રિ, મુજાલ મહેતા, શાન્ત મહેતા સજન મહેતા, વગેરે જેન અમાત્યાએ, તેમજ પાટણનાસંઘે શ્રી હેમચંદ્રસુરિના વધુ અભ્યાસની પ્રગતિ માટે કાશ્મીરથી ખાસ વિદવાન શાસ્ત્રીઓને બોલાવ્યા. તેમની મારફતે કાશ્મીરના સરસ્વતિ દેવીના જ્ઞાન ભંડારમાં રહેલ પ્રાચિન વ્યાકરણની મહત્તાભરી આઠ પ્રજ્જો મંગાવી, અને સુરિશ્રીજીના વ્યાકરણના અભ્યાસમાં, શ્રીદેવચંદ્રસુરિજીએ પણ પુરતી સગવડતા કરી આપી.
પાટણમાં લગભગ પંદર વર્ષ સુધી કાશ્મીરી વિદવાન શાસ્ત્રીઓના સહકારમાં રહી, શ્રી હેમચંદ્રસુરિજી પ્રાચિન જૈન સિદ્ધાંત, તેમજ વ્યાકરણના પ્રખર જ્ઞાતા બન્યા અને શાસન દીપાવ્યું.