________________
( [ મહાન ગુજરાત સેવક હતા. જેની કલાવતી નામે સ્ત્રીના રત્નકુક્ષીથી વિરાટ સંવત ૯૦૦ માં પુત્ર પણે ઉત્પન્ન થયો. પુત્રનું નામ દેવાધિ રાખવામાં આવ્યું. બીજના ચંદ્રમાંની જેમ માતાપિતાના લાડમાં ઉછેરાત પુત્ર, શીશુકુમારે બાલ્યવ્યસ્થાને ત્યાગ કરી યોગ્ય વ્યવસ્થાએ આવતા, પિતાએ તેને બે કુંવરીઓ પરણવી. સંતોષથી કુમાર ગૃહ સંસાર ચલાવવા લાગ્યો. પછી કાળે કરી કુમારે કમક્ષયાર્થે સમર્થ જૈનાચાર્ય શ્રી દેવગુપ્ત આચાર્ય પાસે દિક્ષા લીધી. તલવારની ધાર મય સંયમને પાળતા મુનિરાજે, ગુરૂ પાસેથી પૂર્વ દત્ત જ્ઞાનની પ્રાપ્તી કરી. ગુરૂએ દેવાધિ મુનિને પિતાની પાટ ઉપર ગણીપદ આપી સ્થાપિત કીધા. પછી દેવગુપ્ત આચાર્ય સ્વર્ગે સિધાવ્યા, જેમણે વિરાત સંવત ૯૮૦ થી ૯૩ સુધીમાં વલ્લભીપુરમાં “સમસ્ત સિધાંતાની વાંચના દેનાર અને જેન શાસન, પ્રભાવક કળીકાલ કેવળી તરિકેનું બીરૂદ પાંચશે આચાર્યની સભામાં પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે જેનાગમને માથે દુશંભ કાળના પ્રભાવે આપત્તીના ડુંગરો પડવા છતાં મહાન પૂર્વાચાર્યોએ પુરૂષથી પ્રયાસોએ, કઠંસ્થ સૂત્રોને ગ્ર થારૂઢ કર્યા. તે સૂત્રો આજે પીસતાળીસ આગમ સૂત્ર તરીકે પ્રસિદ્ધિને પામેલ છે. તેમજ શુરક્ષિત છે. જેના યોગે વિકાશીત જૈન સમાજ જળહળે છે. અનુક્રમે વિહાર કરી વિરાટ સંવત ૧૦૦૦માં એટલે વિક્રમ સંવત ૨૩૦ માં સિદ્ધાંચલ ઉપર અનસન કરી શ્રી દેવર્ધિગણી આચાર્ય દેવલોક સિધાવ્યા. આ મહાન પુરુષના અક્ષર દેહને જૈન સમાજ આજે જેટલે પુજે તેટલે ઓછા છે.
(૫) પુસ્તકારૂઢ થએલ આગમ સૂત્ર, મૂળ અર્ધ માગધિ ભાષામાં છે. જેના ઉપર ટીકા, ટીપન રૂપે વિવેચન કરવામાં આવ્યું છે. આ વિવેચન નિયંયુિક્ત, ચુણિ, ભાષ્ય, સંગ્રહણી અને ટીકા એમ પંચાગી પ્રકારોથી ઓળખાય છે. પુસ્તકારૂઢ થએલ જન સાહિત્યની શરૂઆતમાં પ્રાચિન સાહિત્ય તરીકે “જ્ઞાન પચી કનામની તાડ પત્ર પરની વિક્રમ સંવત ૧૧૦૯ની પ્રત, જેસલમેરના જ્ઞન ભંડારમાં વિદ્યમાન છે. તાડપત્રિ ઉપર પ્રત, ચૌદમી અથવા પંદરમી સદી સુધી લખાતી. ત્યારપછી કાગળને વપરાશ શરૂ થયો. આ ગ્રંથ લખવામાં અનેક પ્ર પરની રંગબેરંગી શાહીને ઉપયોગ થતું. તેમજ સોનેરી રૂપેરી ચિત્રો પણ દેરવામાં આવતાં. તેમાં ખાસ કરી ક૫ સૂત્રમાં મહાવીર પ્રભુનું ચરિત્ર વર્ણવેલું છે, તેની સચિત્ર પત્ર સેંકડે લહીયાના હાથે તાડપત્ર ઉપર વિવિધ ચિત્રમણથી અંલકૃીત થઈ, હજારોની સંખ્યામાં ચારે દિશાએ