________________
પ્રકરણ ૭ મું.
સૌરાષ્ટ્રમાં વલ્લભીપુરની મહત્તા વલભીપુર એક વખત સમૃદ્ધશાળી મહાન નગર હતું, કરોડાધીપતિઓ અહિં વસતા હતા. વલ્લભીપુરમાં મનોહર છનાલયો અને સાત જ્ઞાન ભંડારો હતા. જ્યાંના શ્રીમંતાએ શેત્ર જ્યના મંદીર બંધાવ્યાં હતાં. પૂર્વ કાળે શેત્રુંજયની તલાટીનું સ્થાન વલ્લભીપુર ગણાતું. વલ્લભીપુરના શ્રી ઋષભદેવ મંદીરની એટલી બધી પ્રસિદ્ધિ હતી કે, જેના દર્શનાર્થે અંસખ્ય યાત્રાળુઓ દુરદુરથી આવતા. આ મંદીર ભવ્ય કારીગરીમય અને સ્થાપત્યના નમુના રૂપ હતું. જેના ભૂગર્ભમાં એક ગ્રંથાલય પ્રાચિન ગ્રંથનું સૌ રક્ષણ કરી રહેલ હતું.
કાળના પ્રભાવે બૌદ્ધ લેકેએ વલ્લભીપુર કબજો લીધે ત્યાંના જેન મહાજને નગરનો ત્યાગ કર્યો પંચાસર અને આબુની ઉત્તરે ભીલમાલ વગેરે મારવાડના શહેરમાં તેમજ ખંભાત, ભરૂચ અને ભરૂચના સમુદ્ર માર્ગે કોકણ દેશમાં દુરદુર નગરોએ જઈ જનોએ વાસ કી.
(૧) સૌરાષ્ટ્રને સંસ્કારી બનાવનાર સમર્થ જૈનાચાર્યોની જવલંત ગૌરવ ગાથામય વલ્લભીપુરનો જવલંત ઈતિહાસ, મહાન ગુજરાતના ઇતિહાસમાં ધર્મભૂમિ તરીકે પ્રસિદ્ધિને પામેલ છે. જ્યાં શ્રી શેત્રુંજય તેમજ શ્રી ગિરનારના મહાન જેન તિર્થો ઉપરાંત તેમનાથ-દ્વારિકા, આદિ સનાતન તીર્થો સૌરાષ્ટ્ર પ્રાંતની ગૌરવ ગાથાતુલ્ય અનાદિકાળથી વિદ્યમાન છે.
સૌરાષ્ટ્રની તીર્થભૂમિ દેદિપ્યમાન વૃક્ષરાજની લીલી હરિયાળી ઘટાછમ ઝાડીથી ભરપુર ઉપવને દીવ્ય ઓષધિઓના ભંડારરૂપ છે, સૌરાષ્ટ્રની ધર્મ ભૂમિ મહાન પ્રભાવિક દેવાલોથી ભરપુર અને આકાશના તારાઓમાં જેમ