________________
*
[ મહાન ગુજરાત આ જાતનું વરદાન આપી વાગદેવી અદ્રશ્ય થયા. ત્યારબાદ બાકીની રાત્રી અપૂર્વ પ્રસન્નતાથી ધ્યાનમાં પસાર કરી શ્રી સોમચંદ્ર મુની સ્વસ્થાને પધાર્યા.
પ્રભાતના પહેરમાં બાળસુર્ય સરખા દેદીપ્યમાન શ્રી સેમચંદ્ર મુની. પિતાની સાથે રહેલ વિદ્વાન મુનિરાજે આગળ પ્રસન્ન ચી-તે હાજર થયા. અહીં જ દેવીની પ્રસન્નતા થવાથી હવે આગળ ન જતાં પાછા ખંભાત જવા ત્યાંથી વિહાર કરી ગયા. આ સમયે શ્રી સોમચંદ્ર મુનીની ઉંમર માત્ર ૨૦ વર્ષની જ હતી. આટલી નાની ઉંમરમાં તેઓએ દૈવિક શકિતની પ્રસન્નતા પ્રાપ્ત કરી અને ત્યાંથી વિહાર કરતાં કરતાં પોતાના ગુરૂને ચરણે આવી વસ્યા.
શ્રીમદ્દ દેવચંદ્ર સૂરિશ્રીને પણ આવા પ્રખર પ્રભાવશાળી શિષ્યને ભારતની ચારે દીશનાં તીર્થોનાં દેવદર્શન કરાવવાની તેમજ તેમની જ્ઞાનશકિત ખીલવવાની પુરતી જીજ્ઞાસા થઈ. તેઓ ખંભાતથી વિહાર કરી સોમચંદ્ર મુની સાથે અલગ અલગ પ્રદેશમાં થઈ મારવાડ (નાગોર ) નાગપુરમાં પધાર્યા. આ સમયે સોમદેવ મુનીની ઉમર લગભગ ૨૦-૨૧ વર્ષના ગાળાની હતી. જેનું મુખારવિંદ અને શારીરીક બહ્મતેજ એટલું તો દેદિપ્યમાન થતુ હતું કે જાણે કોઈ મહાન જયોતીધર જીવન ઉદ્ધાર અર્થે ચારે દીશાએ જાણે પિતાની તેજોમય શકિતઓને ફેરવી ન રહ્યા હોય ?
જુઓ ચિત્રદર્શન