________________
પ્રકરણ કર્યું. શ્રી સેમચંદ્ર મુનીને વિદ્યાભ્યાસ ગત પ્રકરણમાં આપણે વાંચી ગયા કે વિક્રમ સંવત ૧૧૫૪માં ચાંગદે. વને દીક્ષા મહોત્સવ ખંભાતના શ્રી સંધ તરફથી મંત્રીશ્વર ઉદાયનની પૂરતી સહાયતાથી ચાંગદેવના માતાપિતા તેમજ તેના કુટુંબીજને અને ધંધુકા જૈન સંધના પુરતા સાથે સાથે ઈતિહાસીક રીતે ઉજવાયે. - સૂરીશ્વરજી અને તેમના અન્ય વિદ્વાન શાસ્ત્રપારંગત એવા શિષ્ય સમુદાયે બાળમુનિરાજ શ્રી સોમચંદને વિદ્યાભ્યાસ કરાવવામાં અત્યંત કાળજી દાખવી. કઈ રીતે આ બુદ્ધિશાળી સોમચંદ્ર મુનિ અનેક વાદીઓને જીતવામાં, રાજા મહારાજાઓ તેમજ શ્રી સંઘને પ્રતિબોધવામાં વિપૂલ શક્તિશાળી બને, તે પુરૂષાર્થી માર્ગ તેમના ગુરૂએ લી. જેને લાભ અત્યંત તીવ્ર બુદ્ધિશાળી સોમચંદ્ર મુનીએ પુરતો લીધો. અને જોત જોતામાં પૂર્વ સંચિત જ્ઞાનોદયના કારણે તેમણે તકે શાસ્ત્ર, ન્યાય અને આવશ્યક શાસ્ત્રોકત અભ્યાસમાં એતપ્રોત રહી તેમાં તેઓ પારંગત બન્યાં.
શ્રી હેમચંદ્ર મુનીએ સાધુ સંઘાડામાં રહી મુનીઓને આવશ્યક બધી ક્રિયામાં પ્રવીણતા મેળવી. તેઓ મુની મહારાજેની તથા આચાર્ય દેવની સેવામાં કાયમ તત્પરતા દાખવતા. આ કારણથી તેઓ શ્રી સાધુ સંધડામાં ઘણું વિનયી અને માનનીય બન્યા.
અભ્યાસક્રમમાંજ જેઓ પોતાના જીવનની સાર્થકતા માની રહ્યા છે એવા શ્રી સોમચંદ્રમુનીરાજને, એક વખત એક પદથી લગાવી લક્ષપદ કરતાં અધિક પર્વના માત્ર “ એકજપૂર્વ ” ને અભ્યાસ અને તેનું ચીંતવન પિતા માટે અઘુરૂ દેખાવા લાગ્યું. આ અગાધ જ્ઞાનશકિતશાળી શ્રી સે.મચંદ્રમુનીરાજે બુદ્ધિના પુર્ણવિકાશ અર્થે સરસ્વતી દેવીને પ્રસન્ન કરી, તેમની કૃપા મેળવવા કાશ્મીર જવા પિતાના ગુરુ પાસે વિનયતાપૂર્વક આજ્ઞા માગી.