________________
શ્રી દેવચંદ્રાચાર્ય નાગપુરમાં ] » હાથે ગુર્જરભૂમિનું કલ્યાણ નિર્મિત છે. એવા મુનિરાએ શહર્ષ મારવાડથી વિહાર કર્યો, અને તેઓ સૌરાષ્ટ ગિરનાર ઉપર આવી પહોચ્યા,
(૪)
સુરિશ્વરજીએ સાથે આપેલ શ્રી સિદ્ધચક્ર મંત્રરાજની આરાધના માટે, સાથે રહેલ સાધુઓમાંથી શ્રી મલયગિરિજી, શ્રી દેવેદ્રસુરિજી, અને શ્રી હેમચંદ્રસુરિજી અંહિ તત્પર થયા. જેમાં એક પદ્મમણું સ્ત્રીની સાયતાની જરૂર હતી. તેથી સર્વે સાધુઓ ગિરનાર નજદીકના કુમાર ગામે આવ્યા. ગામના સિમાડે તળાવ કાંઠે એક બેબી વસ્ત્ર ધોતો હતો. જેમાંથી એક વસ્ત્ર તેણે સુકવ્યું હતું. વસ્ત્રની મધુરતામય સુંગધીના કારણે, જેની આસપાસ ભ્રમરે ગુજારો કરી રહ્યા હતા. જેથી સર્વે સાધુઓએ જાણ્યું કે, આ ગામમાં જરૂર પદ્મમણ
સ્ત્રી હશે. તપાસ કરતા સમજાયું કે, અહિના ઠાકરની સ્ત્રીના આ વસ્ત્રો હતા. જેથી તેઓ ઠાકોરના મહેલે ગયા. અહિ ઠાકોરે તેમનું ભાવ પૂર્વક સ્વાગત કર્યું, અને આગમનનું કારણ પૂછયું. ત્યારે શ્રીમદ્ “હેમચંદ્રજીએ જણાવ્યું કે અમારે વિદયા પ્રાપ્તિ અર્થે એક પદ્મમણું સ્ત્રીની સહયતાની જરૂર છે. જેના અર્થે અમે ગિરનારથી અહિં સુધી આવ્યા છીએ. જેમાં બહે ઠાકોર? આપની ભાગ્યામાં ઠકરાણી, ખરે ખર નારી જાતિમાં ઉંચ કોટીની પઘમણી તૂલ્ય દેખાય છે. જેની સાહયતાથી અમે શ્રી નેમીનાથ પ્રભુની છત્રછાયામાં ગિરિરાજ પર શ્રી સિદ્ધચક્ર, મંત્રરાજની સાધનાથી, શ્રી વિમલેશ્વર દેવની પ્રર્સતા પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. જે શ્રી યક્ષરાજદેવ પ્રસન્ન થાય, અને ધારવા પ્રમાણે વરદાન આપે તો ? અમારાથી ધર્મ સેવા ઉંચકાટીની થઈ શકે તેમ છે. જવાબમાં ઠાકોરે જણાવ્યું કે “હે તપસ્વી સાધુઓ? અમારા દંપતીના એવા તે ધન્યભાગ્ય ક્યાંથી કે, અમો અમારા જીવનની સાફલ્યતા આપ ધારે તે પ્રમાણે સેવા આપી કરી શકીએ ?
સૂરિશ્રી “ હે ઠાકોર? આ સાધના મહાન વિકટ, કટીમય, અને એવી તો ગંભીર, છે કે, તેના ઉપર આપ પુખ્ત વિચાર કરી જવાબ આપે. અમારે અઠ્ઠમની તપશ્ચર્યા કરી: રાત્રિના એકાંત સમયે, વસ્ત્ર તજી, વિદયાની સાધના અર્થે બેસવાનું હોય છે. તે સમયે આપે હાથમાં નાગી તલ પર સહિત ઉભા રહી, સાધકોના પરિક્ષક બનવાનું રહે છે. જેમાં જ તપસ્વી જીવનની ખરી કસોટી આ સમયે થાય છે. સાધક તપસ્વીનું મન જરા પણ આ સમયે વિકારી દેખાતા, તેનું મસ્તક ધડથી