________________
શ્રી દેવચંદ્રાચાર્ય નાગપુરમાં *
૧૭ શની ગણત્રીએ પહોંચ્યું. આનંદાશ્ચર્ય પામેલ ધનંદે આ પ્રમાણે પિતાને પ્રાપ્ત થએલ ગુરૂદેવની પ્રસાદિક તુલ્ય ધનની પ્રાપ્તીથી (તેણે) વિનયપૂર્વક સૂરીશ્વ૨જીને પ્રાર્થના કરી કે “હે સૂરિદેવ? આવા પ્રભાવશાળી શિષ્યને આપ આચાર્ય પદવી આપી કૃતાર્થ કરો” આપનાં ઉપકારનાં બદલા તરીકે તેને બધાયે ખર્ચ કરવાની મારી ભાવના છે. તે તેને આપ સ્વીકાર કરો.
સૂરિશ્વરે જણાવ્યું કે “હે શ્રાવક ! જરા ધીરજ ધરે, તમારી ઈચ્છાને હું માન આપીશ. કારણ કે, આ લબ્ધીવંત મુની સૂરિપદવીની સંપુર્ણ લાયકાત ધરાવે છે.
ત૬ પશ્ચાક્ષાત ઉપકારી આચાર્યદેવ અને મુનીરાજ સોમચંદ્ર ત્યાંથી ભાવ પુર્વક ઘેંસ વહેરી ઉપાશ્રયે ગયા.
(૨) સોમચંદ્ર મુની શ્રી હેમચંદ્રાચાર્ય તરીકે
ત્યારબાદ શ્રી નાગોરના સંઘ તરફથી અતિ ઉત્સાહ પૂર્વક સંવત ૧૧૬૬ ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા) ને દીવસે, શ્રી સોમચંદ્ર મુનીને આચાર્યપદ તેમની માતુશ્રીની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યું. તેમના હસ્તસ્પર્શ માત્રથી કોલસાનું સુવર્ણ (હેમ) થએલ હોવાથી તેમનું નામ હેમચંદ્રાચાર્ય રાખવામાં આવ્યું.
આ સમયે ઘણુજ ધામધુમપુર્વક અઠ્ઠાઈ મહોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં ધનંદશેઠે ખર્ચેલી લાખો રૂપીઆની ધર્મપ્રભાવના, મારૂ પ્રાતના સંધ માટે અમરત્વને પામી.
આચાર્યદેવ શ્રીદેવચંદ્રસૂરિએ સેમચંદ્ર મુનીને નાગપુર નગરે આચાર્યપદ અર્પણ કર્યું. તે સમયે, ગુર્જરભૂમીના મહાન શ્રેણીઓ જેમાં મુખ્યત્વે ધંધુકાનિવાસી સંધને પણ મોટો સમુદાય હાજર હતા.
આ સંધ સમુદાયમાં કોઈ પણ સ્થળે પુર્વકાલીન ગ્રંથકારોએ ચાંગદેવના પિતાનો ઉલ્લેખ કરેલ દેખાતા નથી. એ ઉપરથી એમ સમજાય છે કે ચાંગદેવના પિતાશ્રી આ સમયે સ્વર્ગવાસી થયા હોવા જોઈએ.