________________
[ મહાન ગુજરાત શ્રી સોમચંદ્ર મુનીને આચાર્યપદના સમર્પણ સમયે તેમની માતુશ્રી પાહિની દેવી નાગપુર ખાતે પધારેલ હતા.
આ જગવંઘ પુત્રની માતુશ્રીને સંસાર પરથી મોહ ઊતર્યો હતો. જેથી આ સમયે શ્રીમદ હેમચંદાચાર્યે પિતાની માતુશ્રીની ભગવતી દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા આચાર્યદેવને જણાવી. શ્રીમદેવચંદ્રસૂરિએ તેમની ઈચ્છાને માન આપી તેમને પ્રવજ્યા આપી, અને આચાર્યદેવે પાહિની દેવીને પ્રવર્તાની પદ અર્પણ કર્યું.
આ સમયે જેમને સૂરિપદની પ્રાપ્તી થઈ છે. એવા શ્રીમદ્દ હેમચંદ્ર સૂરિશ્વરે પોતાના ગુરૂદેવને વિનંતિ કરી કે, “પોતાની જન્મદાતા મહાન ઉપકારી માતાને સંઘ સમક્ષ પ્રવર્તીની તરીકે સીંહાસન પર બેસવાની છુટ આપવી. પોતાના શિષ્યની વિનંતિને માન્ય રાખી આચાર્ય દેવે આનંદિત થઈ આ જાતની છુટ પાહિની દેવીને આપી. ધન્ય હો એવા પુત્ર રત્નને ! કે જેણે પિતાની માતાને પણ આ પ્રમાણે તારી.
(૩) નાગોર (મારવાડ)માં સુરીપદની પ્રાપ્તિ થયા બાદ શ્રી હેમચંદ્રાચાર્ય પિતાના ગુરૂદેવને જણાવ્યું કે “હે મહાન પરેપકારી આચાર્ય દેવ ! હજુ અનેક શાસ્ત્રીય ગ્રંથનાં મંથન માટે, શ્રી સરસ્વતી દેવીની સંપુર્ણ કૃપા પ્રાપ્ત કરવા અને આ દેવીના સાક્ષાત્કાર અર્થે ગિરનાર જવાની ઈચ્છા છે.” જેમાં મુખ્યત્વે કારણ એ છે કે “પૂર્વરચિત વ્યાકરણની મહાન આઠ પ્રતે જે, કાશ્મીરના સરસ્વતી ભંડારમાં વિદ્યમાન છે, તે પ્રતોનાં અભ્યાસથી જરૂર સાથે કતા થાય એમ છે. જેમાં માતાજીનો આશીરવાદ મળતા આ મહાન કાર્યમાં મને સફળતા પ્રાપ્ત થાય તેમ છે.”
સરળ પ્રણમી શ્રીમદ્દ દેવચંદ્રસુરિજીએ પિતાનાં શિષ્યનાં અભ્યદયમાં લાભાર્થે તેમની ઈચ્છા પ્રમાણે દેશાટનથી જે કુશળતા પ્રાપ્ત થતી હોય ? અને શાસનને પણ જે ઉદય થતું હોય તો? યથાશક્તિ સાથ આપવા ખુશી દર્શાવી. અને થડ મુનીવર સાથે શ્રી હેમચંદાચાર્યે સૌરાષ્ટ્રની તેયારી કરી.
કલિકાળનાં અજ્ઞાનરૂપ અંધકારમાં સુર્યસમાન તેજસ્વી, જેઓને પ્રભાવ ભવિષ્યમાં ચારે દીશાએ પ્રકાશિત થવાનું છે. અને જેમનાં