________________
૧૦
[ મહાન ગુજરાત આપના પુત્રને સુપ્રત કરવાથી આ પુત્ર જગવંદનીય બનશે. માટે આપ હૃદયના ચઢતા ભાવથી બાળકને પરમપુજય સુરીશ્વરજીને અર્પણ કરે.
જવાબમાં ચાચિંગ શેઠે જણુવ્યું કે “હે મંત્રીશ્વર ! હવે આ બાળક સમસ્ત જૈન શાસનને જ છે. આપ ખુશીથી આપની ઈચ્છા મુજબ આચાર્યશ્રીને આપને હસ્તેજ અર્પણ કરે!
ત્યારબાદ બાળકને સંઘસમક્ષ શ્રી આચાર્યદેવને અર્પણ કરવામાં આવ્યું. આ સમયે શ્રી સંધ તરફથી ખંભાતમાં અપુર્વ અઢાઈ મહેત્સવ આનંદેસવ કરવામાં આવ્યો, જેમાં ચાચિંગ અને ઉદયન મંત્રોએ છુટા હાથે દ્રવ્ય ખરચ્યું.
(૨).
ચાર્જિંગને સૂરિશ્રીને પ્રતિબંધ " ઉપરોકત સમયે આચાર્યદેવે ચાંચીગને પણ એવો સજજડ પ્રતિબંધ આપે છે, જેણે ચઢતા ભાવોથી અનુમતિ આપ્યું. એટલું જ નહિ પરંતુ પુત્રના દીક્ષા પ્રસંગમાં હાજરી આપવા પણ વિનયપૂર્વક જણાવ્યું. ઉદયન મંત્રીને ત્યાં ચાંગદેવ
ઉદયન મંત્રીએ ચાંગદેવને ચાર વર્ષ સુધી પિતાને ત્યાં પિતાના પુત્રની જેમ રાખી લાલન પાલન અને શાસ્ત્રોક્ત વિદ્યાભ્યાસ કરાવ્યું.
આ અપ્રતિમ પ્રભાવશાળી બાળક ટૂંક સમયમાં જે પ્રમાણે અગત્ય ઋષિ એક ક્ષણમાં સમુદ્રનું પાન કરી ગયા તેજ માફક આ બાળકે ખંભાતમાં રહી લગભગ ઉપરોકત સમયમાંજ અનેક પ્રકારના ગ્રંથોનો અભ્યાસ કર્યો અને તેને દીક્ષાધિકારને લાયક શ્રી દેવચંદ્ર સૂરીશ્વરજીએ બનાવ્યું.
(૩). સેમચંદ્ર મુનિ બને છે ( આ પ્રમાણે ઉદયન મંત્રીને ત્યાં રહેલ ચાંગદેવમાં દીક્ષાધિકારને લાયક દરેક જાતની યોગ્યતા જોતાં સંવત ૧૧૫૪માં મહા સુદ ૧૪ને શનીવારે રોહિણી નક્ષત્રમાં સ્તંભનપુર નગરનાં પાર્શ્વનાથ સ્વામીના મંદીરમાં અગર મતાંતરે મહાવીર સ્વામીના મંદીરને ઉપાશ્રયે જૈનકુલભૂષણ ઉદયન મંત્રી તરફથી