________________
સામચંદ્ર મુનીના વિદ્યાભ્યાસ ] »
૧૩
બુદ્ધિશાળી શિષ્ય પ્રત્યે અતુલ પ્રેમ ધરાવનાર સૂરિશ્રીએ કેટલાક ગીતાર્થ સાધુઓ સાથે ઉપરાકત પ્રદેશમાં જવાની તેમને સગવડતા કરી આપી.
આ પ્રમાણે શ્રી ગુરૂ આજ્ઞા મેળવી શ્રી સામચંદ્ર મુનીએ અનેક સાધુએ સહિત કાશ્મીર તરફ વીહાર કર્યાં,
X
X
X
X
(૧)
સરસ્વતી દેવીનાં સાંક્ષાત દર્શન અને તેના આશીર્વાદ
ખંભાતથી વિહાર કરતાં દરેક ગામેાનાં સ સંધાનુ... અપૂર્વ સ્વાગત પામતા શ્રી સામચંદ્ર મુની સહિત સર્વે વિદ્વાન મુનીરાજો, જોતજોતામાં શ્રી રૈવતગિરી (ગીરનાર) પર (સૌરાષ્ટ્રમાં) આવી પહેાંચ્યા.
અહીં ગિરિરાજ ઉપરજ શ્રી સરસ્વતી દેવીની આરાધના (ગઢની બહાર ખીકા મંદીરની બાજુમાં) કરવા, શ્રી સામચંદ્ર મુનીએ વિદ્વાન મુનીરાજોને પોતાની ઇચ્છા જણાવી. વિદ્વાન મુનીરાજાએ તેમની ઈચ્છાને માન આપી ત્યાંજ સ્થિરતા કરી.
અહીં આ પરમ પવિત્ર તીરાજ પરજ દૃઢ ભકિતપૂર્વક શ્રી સરસ્વતી દેવીને પ્રસન્ન કરવા શ્રી સામદ્ર મુનીએ અઠ્ઠમની તપશ્ચર્યાં કરી, અને એકાગ્ર ચિત્તથી દેવીનું ધ્યાન ધરી આરાધના ચાલુ કરી.
અઠ્ઠમના ત્રીજા ઉપવાસની મધ્યરાત્રીએ બ્રહ્મ તેજનાં નિધાનરૂપ સાક્ષાત્ સરસ્વતી દેવી, તેમની સન્મુખ પ્રસન્ન ચીતે હાજર થયા, અને તેમણે શુભાશીષ દેતાં કહયું કે,
હું નિમળ બુદ્ધિવાન વત્સ હવે તારે કાશ્મીર સુધીના વિહારના જરૂરિયાત નથી. તારી અપૂર્વ દ્દઢ ભક્તિથી વશ તારી સર્વે મનેા કામના પૂર્ણ કરીશ”
દુષ્ટ
થઇ હું