________________
શ્રી થાણાતીર્થોદ્ધાર અને તીર્થોદ્ધાર ગ્રંથમાળા અંગે
* ખા સ નિ વેદન, જ
વાચક મહાનુભાવોમાંથી મહટા વિભાગે શ્રીનવપદજી જીનાલય થાણુના દર્શનને લાભ તે લીધે હશેજ, ન લીધે હોય તો તેના માટે અમારી ખાસ ભલામણ છે.
અમરાપુરીની દેવકુલિકા તુલ્ય અતિ રમણીય જીનાલયમાં “નિસહી” કહી વંદન કરી પ્રવેશતાં જ અભૂત કારીગરીવાળા ચિત્રપટ અને શ્રીનપપદજીના આરસના ચોમુખજીવાળા કળાત્મક પ્રભાવિક સર્વીસરણના દર્શનથી આપને જરૂર એમજ થશે કે, વાહ કેવું દેવકુલિકા તુલ્ય અતિ રમણીય કળાત્મક જનાલય ?
વૈરાગ્યની ભાવનાઓ સતેજ કરનારા ચારિત્ર અને તીર્થ પટોના ચિત્રપટોના નિરીક્ષગથી આપને જરૂર એમજ થવાનું જે દેવમંદિર હશે તે આવુ હજો કે જ્યાંથી ખસવાનું મન થતું નથી તેમજ તેમાંના ચિત્રપટોથી જૈન તત્વજ્ઞાન અને ઈતિહાસની સહેજે સ્મૃતિ તાજી થાય છે. મહાનુભાવ! આપે ભારતના ચારે દિશાના તીર્થોમાં શ્રી આબુ, દેલવાડા, શ્રી શેત્રુરૂજ્ય ગિરિરાજ વગેરેના અદભૂત કારીગરીવાળા મંદિરની શિલ્પકળાનું તિરક્ષણ તે જરૂર કર્યું હશેજ તેમાં શું આપને થાણુનવપદજી જીનાલયનું અદભૂત શિલ્પ–પ્રદર્શન, આજના વૈજ્ઞાનિક જમાનામાં જન દર્શનના મહત્વતાભર્યા તત્વજ્ઞાનનું અને અતિહાસિક કૃતિઓના દિવ્ય દર્શન કરાવનારૂં અતિમહત્વનું ઉચકોટિની કારીગરીના નથી લાગતું
શ્રી છનાલયમય ચિત્ર સાહિત્ય સર્જન અને સ્થાપત્ય સાથે એકાકારરૂપે રહેલ ચિત્રપટોના ખાસ આત્મા તરીકે તેના અક્ષર દેહરૂપે શ્રી થાણુતીર્થોદ્ધાર ગ્રંથમાળાના પ્રકાશનું જ્યાં સુધી શાંતિથી આપ વાંચન અને મનન નહિ કરે ત્યાં સુધી તેની અણમોલ કૃતિને આપને પૂરેપૂરો ખ્યાલ નહિ આવે. જેથી અમે શ્રી થાણુતીર્ણોદ્ધાર ગ્રંથમાળાના પ્રકાશને માટે ખાસ ભલામણ કરીએ છીએ જે જૈન દર્શન માટે મહત્વના બન્યા છે જેના માટે સમર્થ મુનિરાજે પણ ભલામણ કરે છે. આપ આજેજ આપનો ઓર્ડર પ્રા. સા સં. કાર્યાલય થાણાને સરનામે મોકલી જ્ઞાનભંડાર અને લાઈબ્રેરીને દીપાવો..