________________
ગુજરભૂમિની ગૌરવગાથા ]
પાહિનીને અપૂર્વ સ્વપ્ન
| વિક્રમ સંવત ૧૧૪૪ ના વસંત ઋતુના અંતિમ દિવસોમાં એટલે લગભગ મહા માસના શુકલ પક્ષની ચઢિયાતી તિથિની રાત્રિના ચોથા પ્રહરે સ્વપ્નમાં જગત કલ્યાણકારી એવું ચિંતામણિ રત્ન પાહિની એ જોયું; માત્ર રત્ન જોયું એટલું જ નહિ પરંતુ ભકિતના આવેશમાં તેણીએ તે રત્ન ગુરુ મહારાજને સમર્પણ પણ કર્યું.
. પ્રાતકાળ: થતાં ધંધુકામાં આ સમયે બિરાજતા ચંદ્રગથ્વીય અને પુર્ણતલ ગચ્છીય શ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજની પાસે જઈ તેણીએ વિધિપૂવક વંદન કરી વિનયપૂર્વક સ્વપ્નની હકીકત જણાવી. યોગનિષ્ઠ શ્રી દેવચંદ્ર સૂરીશ્વરે જ્ઞાનનો ઉપયોગ મૂકી જણાવ્યું કે:
હે શ્રાવિકા? આ સ્વપ્નના ફળ તરીકે તમને અતિરૂપવાન, પુણ્યશાળી, જૈનશાસનના શૃંગારરૂપ પ્રભાવક કૌસ્તુભ રત્ન સમાન યુગાવતારી સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. તેના પુણ્યપ્રભાવ, વિદ્વત્તાને સંયમનિષ્ઠ જીવનથી આકર્ષાઈ દેવી દેવતાઓ પણ તેના ગુણગાન કરશે. “હે દેવી? આ જાતના સ્વપ્નના ફળ ઉપરથી હું તમને જણાવું છું કે, તમારે જૈન શાસનની પ્રભાવના અર્થે આ પુત્રરત્નને ગુરુ મહારાજને અર્પણ કરવો.”
સૂરીશ્વરજીનું આ પ્રમાણે શુભસૂચક ભાવિવચન સાંભળી હર્ષઘેલી પરમાહિતી પાહિની ગુરુ મહારાજને વંદન કરી સ્વગૃહે ગઈ,
દિન પ્રતિદિન પાહિનીના ઉદરમાં આવેલ ભાગ્યશાળી ગર્ભના પ્રભાવે તેણીને ઉચ્ચકોટીના દેહલાઓ થવા લાગ્યા, જેમાં આઠમે માસે પાહિની દેવીને જીતેશ્વર પ્રભુના બીબોની પ્રતિષ્ઠા કરવાને દેહલે ઉત્પન્ન થયે; જે ચાચગે પરીપૂર્ણ કર્યો.
પુત્ર ચાંગદેવને જન્મત્સવ
- ઉચ્ચકોટીના દેહલાઓની પુર્ણતા થતાં અને અતિ આનંદિત રીતે ગર્ભનું પ્રતિપાલન કરતા નવ માસ અને કંઈક દિવસ વ્યતીત થયા બાદ ઈ.સ. ૧૦૮૮-૮૯, વીર સંવત ૧૬૬૫ અને વિક્રમ સંવત ૧૧૪૫ ની