________________
| [ મહાન ગુજરાત ધનભાગ્ય ક્યાંથી ? પરંતુ આ પુત્રના પિતા વૈષ્ણવ સંપ્રદાયી હોવાથી આ વસ્તુ મારે માટે વિષાદને પાત્ર બનશે, જેનો વિચાર શ્રી સંઘે કરવાને છે, બાકી શ્રી સંઘની આજ્ઞા મને શિરસાવંઘ છે.
શ્રી સંઘે જણાવ્યું કે “હે દેવી ! આ સ્થિતિ અને સારી રીતે સમજીએ છીએ. આ પ્રમાણે હોવા છતાં આ કાલિન ગ્રહોનો યોગ જોતાં તો રાજીખુશીથી આપને પુત્ર શ્રી સંઘને સુપ્રત કરો ચાચગશેઠને લગતી દરેક જાતની જોખમદારી અમે માથે લઈએ છીએ.
પાહિની દેવીને પ્રાણપ્રિય એકનાએક પુત્રને વિરહ કેવી રીતે સહન થાય ? પરંતુ આખરે પુત્રમોહને દુર કરી હૃદયમાં દ્રઢ નિશ્ચય કરી સુરિશ્રીને તેણુએ કહ્યું કે ” હે પ્રભુ ? આપની અને સંધની આજ્ઞા ઉલ્લંધન કરવી એ યોગ્ય નથી આપ સર્વને યોગ્ય લાગે તેમ કરે ” આટલું બોલતાં બેલતાં હર્ષઘેલી માતાએ પિતાના વહાલા પુત્રને ગુરૂદેવના હસ્તકમલમાં અર્પણ કર્યો.
તપશ્ચાત સૂરિશ્રી ચાંગદેવ સાથે ત્યાંથી વિહાર કરી સ્તંભનપુર (ખંભાત) ગયાં.
ધંધુકાથી વિહાર કરી આચાર્યદેવ ચાંગદેવ સહીત ખંભાત પધાર્યા જ્યાં ખંભાતના શ્રી સંઘે તેઓનું ભાવભીનું બહુમાન કર્યું. અહીં આચાર્યદેવે ઉદાયન મંત્રીને ચાંગદેવ સંબંધી સર્વ વાતથી વાકેફ કર્યા.. A. સમયજ્ઞ બુદ્ધિશાળી અને ધર્મરંગી મંત્રીશ્વર ઉદયને તેમાં સહાનુભૂતી દર્શાવી ને ચાંગદેવ ઉદાયન મંત્રીને ત્યાં રહેવા લાગ્યા. મુનિ રાખવામાં આવ્યું.