________________
પ્રકરણ ૨ જું. ચાંગદેવનું અર્પણ
સ વત ૧૧૫૦ ના મહા માસમાં શ્રીમદ્દ દેવચંદ્રાચાર્ય પાટણથી ગામે ગામ વિહાર કરતા તીર્થયાત્રાથે ધંધુકા પધાર્યા. અહીંના સંઘે તેમનું બહુમાન પૂર્વક સ્વાગત કર્યું. વંદન કરવાને આવેલ પૌરજનોને આચાર્યદેવે સંસારની અસારતા દર્શાવતી ધર્મદેશના આપી. આ સમયે પાહિની તેને ભાઈ નેમીચંદ અને પુત્ર ચાંગદેવ પણ હાજર હતા. વ્યાખ્યાન પૂર્ણ થતાં પાહિનીનાં ભાઈ નેમીચંદ અંજલી જોડી સૂરીશ્વરજીને જણાવ્યું કે- હે પ્રભુ ! આ સંસારરૂપી સમુદ્ર તરવા મને ચારિત્ર અંગીકાર કરવાની ઈચ્છા થઈ છે, માટે આપ મને દીક્ષા પ્રદાન કરી કૃતાર્થ કરે.” પુર્વજન્મના ઉચ્ચ સંસ્કાર, અને પુણ્ય, ભકિત આત્માનું શુભ યોગો પ્રાપ્ત કરાવે છે. મામાને દીક્ષા માટે પ્રાર્થના કરતાં જોઇ ચાંગદેવ પણ શીધ્ર ઉભે. થયો અને પિતાને પણ પવિત્ર પંથે લઈ જવા વિનતિ કરી,
- ગુરુએ તરતજ જ્ઞાનનો ઉપયોગ મૂકી જોયું તો તેમને સમજાયું કે આ તેજ બાળક છે કે જેને અંગે તેની માતાને ચિંતામણીનું સ્વપ્નફળ પિતે જણાવ્યું હતું, અને જેણે આજ બાળક પિતાને અર્પણ કર્યો હતો.” ટૂંક સમયમાં પરિસ્થિતિનું માપ કાઢી લઈ, કુદરતી સંકેત સમજી સંધ સમક્ષ સૂરીજીએ જણાવ્યું કે “અહ પુણ્યાતમાઓ! આપ બને જરૂર ચારિત્રને લાયક છે. જરૂર તેથી શાસનને ઉદય પણ થવાનો છે, છતાં અનુકૂળ સમય સુધી જરા ધીરજ ધરો.