________________
[ મહાન ગુજરાત કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે પાહિનીએ મધ્યરાત્રીએ ગગનતલમાં જ્યારે ઉચ્ચ ગ્રહો ગતિમાન હતા તેવા શુભ સમયે. પુત્રનો જન્મ આપે ચાચિંગ શેઠે ઘણાજ આનંદપુવક પુત્રને જન્મોત્સવ ઉજવ્યો,
પ્રસૂતિના બાર દિન વ્યતીત થતાં ચાચિંગે સકળ પરિવારને એકત્રિત કરી, કુટુંબમાં અતિ આનંદ કરનાર એવા સુલક્ષણયુકત પુત્રનું નામ પિતાની
ચામુંડા” નામની ગોત્રદેવીના આઘાક્ષરને ગ્રહણ કરી અને પાહિનીને થયેલા દેહલા અનુસાર જગતને (ચંગ) આનંદ આપનાર “ચાંગદેવ” રાખ્યું. પુત્ર ચાંગદેવનું ભવિષ્ય ફળ
આ સમયે ચાચિંગ શેઠે સમર્થ જ્યોતિષીઓને પિતાને ત્યાં આમંત્રિત કર્યા. તેઓને સન્માનપુર્વક સત્કાર કરી આ સામુદ્રીક લક્ષણશાસ્ત્રીઓને પિતાના પુત્રનાં શારીરિક લક્ષણનું દર્શન કરાવ્યું તેમજ જન્મકાળ જણાવી તેની જન્મકુંડળી બનાવી ભાવી જણવા વિનંતિ કરી.
મહાન વિદ્વાન શાસ્ત્રીઓએ ચાચીંગને જણાવ્યું કે- “હે શ્રેષ્ઠીવર્ય, ! આ પુત્રનો જન્મ જે ક્ષત્રીય કુળમાં થયો હોત તો તે સાર્વભૌમ રાજવી થાત, બ્રાહ્મણ યા વૈશ્ય કુળમાં ગયો હોત તો તે મહાન અમાત્ય થાત. પરંતુ આ પુત્રને જન્મ સંસ્કારી ધામીક વણીક કુટુંબમાં પાહિની દેવીની રત્નકુક્ષીથી થયેલ હોવાથી અને ઉંચ્ચ કેટીના ધાર્મિક સ્થાનમાં રહેલ ગ્રહોના આધારે સમજાય છે કે, આ પુત્ર દીક્ષા અંગીકાર કરશે અને આ કલીયુગમાં પણ કૃતયુગ પ્રવર્તાવનારો મહાન ભાગ્ય વિધાતા થશે.”
આ પ્રમાણેનું ફળાદેશ સાંભળી હર્ષિત થએલ માતા પિતાએ પોતાના લાડકવાયા ચંદ્રકળાની જેમ દિનપ્રતિદિન વધતાં એકના એક શિશુકુમારનું પાલણ પોષણ ઘણીજ સંભાળ પુર્વક કર્યું, પાંચ વર્ષને થતાં સુધીમાં ચાંગદેવે કાલી કાલી વાણુથી માતા પિતાને અનહદ આનંદ આપો.
પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય તે પ્રમાણે બીજના ચંદ્રની જેમ વધતો પ્રભાવશાળી ચાંગદેવ બાલ્યાવસ્થામાં જ પૂર્વભવના ઉચિત સંસ્કારોનાં કારણે તેમજ ધર્મપરાયણ માતાના યોગે સંસ્કારી બને.