________________
[ મહાન ગુજરાત વર્ષની છ ઋતુઓમાં જ્યાં સીત્તેર જાતના ફુલની ઉત્પત્તિ થાય છે. દ્રાક્ષનો પાક વર્ષમાં બે વખત ઉતરે છે. જે પ્રદેશની ભૂમિ એટલી રસાળ અને ફળદ્રુપ છે કે ત્યાં, કપાસના છોડવાઓ, પશ્ચિમ ભારતના વિલેઝ અને પ્લેનના ઝાડોની માફક ઉગે છે; અને દશ વર્ષ સુધી એક છોડ લાગલાગટ પાક આપે છે. એવી કાચા સુવર્ણની ખાણ સમી ગુર્જરભૂમિના પાટનગર અણહીલપુર પાટણમાં બારમા તેમજ તેરમા સૈકામાં સમર્થ કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જેવા યુગપ્રવર્તક પ્રબળ પ્રભાવિક સૂરીશ્વરજીના ઓજસ પૂર્ણ કાર્યોના પ્રભાવે ગુજરભૂમિ કીતિના શિખરે ચઢી હતી.
તે સમયે ગુર્જરભુમિમાં ચૌલુક્યવંશી મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય ઝળહળતું હતું. તેના રાજ્ય અમલ દરમિયાન પાટનગર અણહીલપુર પાટણ, જગતભરની ઐતિહાસીક નગરીઓમાં ધર્મ અને સંસ્કારી નગરી તરીકે પ્રતિષ્ઠાના શિખરે પ્રકાશતું હતું.
મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ જાતે ધર્મપરાયણ ન્યાયી અને આદર્શ રાજ્યકર્તા રાજવી હતા.
ગુર્જર પ્રાંતની મુખ્ય નગરી તરીકે વર્તમાને અમદાવાદ (રાજનગર) એ સમસ્ત ભારતનું લીવરપુર ગણાય છે. તે મુજબ તાત્કાલિન ગુજરાતમાં સરહદ ઉપર ધંધુકાનગર વ્યાપારિક દૃષ્ટિએ અતિ સમૃદ્ધ અને સંસ્કારી હતું. તે નગરમાં વિક્રમ સંવત ૧૧૪૦ થી ૧૨૦૦ સુધીમાં આપણું ચરિત્રનાયક પ્રાત વંદનીય શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના જન્મદાતા રહેતા હતાં. પૂર્વકાળે આ પ્રદેશને અર્ધાષ્ટમ નામથી સંબોધવામાં આવતું. ધંધુકામાં મેઢ વણિક કુટુંબમાં ચાચિંગ ઊર્ફે ચાચા શેઠ નામને શાહ સોદાગર રહેતો હતો. તેને સતી શિરોમણિ લક્ષ્મીના અવતાર તુલ્ય પાહિની ઉર્ફે ચાહિની નામની ભાર્યા હતી.
આ પાહિનીના માતા પિતા જૈનધર્મી હતા જેથી તેમનામાં જેને ધર્મનાં પૂરેપૂરા સંસ્કારો ઉતર્યા હતા. પાહિની અતિ ઘર્મશ્રદ્ધાળુ હોવાથી નિત્ય પ્રભાત દેવદર્શને જતી. તેમજ ઉપાશ્રયે જઈ વ્યાખ્યાનાદિ શ્રવણ કરતી. આ પ્રમાણે નિત્ય નિયમમાં પાહિની આત્મસાર્થકતા અનુભવતી. ચાચિંગ વૈષ્ણવ સંપ્રદાયને હતું, છતાં તેના તરફથી પાહિનીદેવીને ધાર્મિક ક્રિયામાં કોઈપણ જાતની આડખીલી થતી નહિ. આનું મુખ્ય કારણ પાહિનીની નમ્રતા, પતિભકિત અને તેણુમાં રહેલ સદગુણ જ હતાં.