________________
(૨) ખેલાડીઓની હરોળમાં એક બુધ્ધિવંત વેપારી તરીકે, ઉચકેરીનું સ્થાન તેમજ લક્ષમીદેવીની સારી કૃપા પ્રાપ્ત કરવા ભાગ્યશાલી થયા,
અમદાવાદ જેવું વેપારી ક્ષેત્ર પણ હવે નવયુવાન વીર ખેલાડીને સરેવર તુલ્ય સાંકડું લાગ્યું. ને તેઓ મુંબઈ આવ્યા. આ કાળે મુંબઇના વેપારી બજારોને માર્ગદર્શક અઠંગ ખેલાડીની ખાસ આવશક્યતા હતી. જેમાં ઈસ્ટ કોટન એસોસીએશનની માફક મુંબઈમાં મહાજન એસસી. એશનની તાજ સ્થાપના થઇ હતી. જેને તેમને લાભ લીધો. ખુબ સમજપૂર્વક ગણત્રીથી તેઓએ વેપારને એવી રીતે ખીલ કે, તેમના સહકારથી મહાજનના વેપારીઓ પણ પોત પોતાના ભાગ્યાનુંસાર સારૂ કમાવા લાગ્યા. અને શેઠશ્રીને પણ સારી પ્રાપ્તિ થઈ.
મહાજન, એરંડા, બુલીયન, અને શેરબજાર વગેરે બજારે ખુલ્યાની ઘટડી વાગતાની સાથે, બજારમાં જાગૃતિ અને તેજોમય કાંતિ એવી તે ઝળકતી કે-જાણે, સમસ્ત વિશ્વના વેપારી પ્રવાહનું અમીઝરણ જાણે આ બજારમાં જ કેદી ન થતું હોય?
અનુભવિક જુના વેપારીઓ પણ શેઠ માણેકલાલની લેતીદનીતી પળેપળની ખબર રાખતા, અને પોતાના ગ્રાહકોને ફેન, ટેલીગ્રાફ ને કેલ દ્વારા માણેક ચુનીએ લીધું અને દીધું જણાવી, માર્ગદર્શક બનતા, અને સલાહ આપતા. અને અજબ સંજોગોમાં આ ભાગ્યાત્માની લાઈનરી મુજબ બજારના વેપારીઓ અને તેમના ઘરાકને પણ સારો ચાન્સ મળતો.
આ પ્રમાણે વિશ્વભરના બજારેની જગબત્રિસે માણેકચુનીના ઉપનામથી સુપ્રસિધ્ધીને પામેલ, શેઠ માણેકલાલે માત્ર પચીસ વર્ષની વેપારી કારકીતિમાં અજબ સિદ્ધિ, અને લક્ષમીનંદન તુલ્ય લાની મીલકત, તેમજ નીખાલસ ભલા વેપારી તરીકેની ઉચટીની નામના પ્રાપ્ત કરી. પોતે તર્યાને અનેકને તાર્યા તે પણ એક રેકર્ડજ ગણાય.
આજે તેઓ અગ્રગણ્ય વેપારી તરીકે અનેક કંપનીઓના ડાયરેક્ટર છે. તેમજ સીને લાઇનમાં તેઓ અગ્રગણ્ય ઉદ્યોગપતિ તરીકે સારે લાભ ધરાવે છે. શેઠ માણેકલાલ ચુનીલાલ એન્ડ સન્સ, અને સ્વર્સિતિક ટેકીજ આજે તેમના યેગે ગાજી રહેલ છે. તે સર્વે શેઠ