________________
(૪૦)
કલ્પસૂત્રની
વાચનાઓ
માંડ્યું. એનાં માતાપિતાને ખબર નથી કે આ બાળકે તપ કર્યો છે માટે આ ધાવતો નથી. એટલે તેઓએ અનેક ઉપચાર કરવા માંડ્યાં. આ તો ન ધાવે, ન દવા પીએ. પરિણામે અશક્તિ એટલી વધી જવા પામી કે બાળક મૂર્છા પામી ગયો. મૂર્છા પામેલા બાળકને આ લોકોએ મરી ગયેલો માની લીધો અને દાટી દીધો. પોતાનો પુત્ર મરી ગયો એમ માનવાના યોગે શેઠને બહુ આઘાત થયો. શેઠનો આ એક જ પુત્ર હતો. કેટલીય માનતાઓ માનીને મેળવેલો ! પહેલાં નિઃસંતાન હતા. તેમાં આ પુત્ર જન્મ્યો એથી ભારે આનંદ થયો અને એ મરી ગયો એમ લાગ્યું એથી આનંદથી પણ ભારે આઘાત થયો. એ આઘાત ન જીરવી નહિ શકવાથી એ બાળકનો બાપ ખરેખર મૃત્યુ પામ્યો.
મોહ શું કરે છે ? જે એને આધીન બને, તેને એ આવા આનંદના ને શોકનાં નાચ નચાવ્યા કરે છે. આનંદ થોડો અને દુઃખ ઘણું ! દીકરો હતો નહિ ત્યારે જે દુઃખ નહોતું, એ દીકરો થયો ને એને મર્યો માન્યો-એમાંથી તે ઉત્પન્ન થયું.
એ કાળમાં, રાજ્યનો એવો કાયદો હતો કે અપુત્રિયાનું ધન રાજા ગ્રહણ કરે. કોઈપણ માણસ મરી જાય અને જો એને પુત્ર ન હોય તો એના ધનાદિકનો માલિક રાજા થાય. રાજ્યના એ કાયદા મુજબ આ શેઠનું ધન લેવાને માટે રાજાએ પોતાના નોકરોને શેઠના ઘેર મોકલ્યા.
અહીં બન્યું એવું કે બાળકના અઠ્ઠમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કંપ્યું. પોતાનું આસન
પહેલી
વાચના
(સવારે)
(૪૦)