________________
(૨૭૪) કલ્પસૂત્રની
વાચનાઓ
વૃષભને પ્રથમ સ્વપ્ન તરીકે અને શ્રી વીર પ્રભુની માતાએ સિંહને પ્રથમ સ્વપ્ન તરીકે જોયા હતા. શેષ માતાઓએ હાથીને પ્રથમ સ્વપ્નમાં જોયો હતો. તે સમયે સ્વપ્નપાઠકો ન હોવાથી નાભિ કુલકરે પોતે સ્વપ્નફળ કહ્યું .
જન્મદિન અદ્ભુ કૌશલિક શ્રી ઋષભદેવ ગર્ભમાં નવ માસ અને ચાર દિવસ રહ્યા પછી તેમનો જન્મ ચૈત્ર વદ ૮ના દિને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રના યોગ વખતે થયો હતો.
યુગલિક તે સમય યુગલિકોનો હતો. યુગલિક એટલે જોડકું, પુત્ર-પુત્રીનું યુગલ સાથે જે જન્મે તેમને કષાય બહુ થોડો હોય, વાસના પાતળી હોય, તેઓ મરીને દેવલોકમાં જાય અને મૃત્યુના છ માસ બાકી રહે તે સમયે યુગલને જન્મ આપે.
કલ્પવૃક્ષ ખાવાનું, પીવાનું, પહેરવા-ઓઢવાનું, રહેવાનું સ્થાન વગેરે જે કાંઈ ઇચ્છા તે સર્વ ઇચ્છા તે કલ્પવૃક્ષથી પૂર્ણ કરે. શ્રી ઋષભદેવે દીક્ષા લેતાં પહેલાં સુધી આ નીતિ ચાલતી હતી.
જિનવંશાદિની સ્થાપના તે સમયે વંશ, કુળ, રાજ્ય, રાજા કાંઈ ન હતું, વળી, આ બધાની જરૂર પણ ન હતી, કેમ કે પ્રજા સ્વયં પોતાનાં કર્તવ્યો સમજીને બજાવતી હતી, પણ સમય જતાં પરિસ્થિતિ પલટાતી ગઈ એટલે વંશાદિની સ્થાપના જરૂરી બની.
‘‘પ્રથમ જિનના વંશની સ્થાપના કરવી તે ઇન્દ્રનો આચાર છે.’’ એમ વિચારીને એક મોટો શેરડીનો સાંઠો લઈને નાભિ કુલકરના ખોળામાં બેઠેલા પ્રભુ પાસે આવીને ઇન્દ્ર ઊભા રહ્યા. આ
સાતમી
વાચના
(સવારે)
(૨૭૪)