Book Title: Kalpsutrni Vanchnao
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 320
________________ (૩૧૩) છે વિજેતા રોહગુપ્તને ગુરુ પાસે લાવ્યા, બધી વાત કરી. ગુરુએ કહ્યું: “હે વત્સ, તે તેને જીત્યો તે છે સારું કર્યું. પણ જીવ, અજીવ અને નોજીવ એ ત્રણ તત્ત્વની ઉત્સુત્ર પ્રરુપણા કરી તે ઠીક નથી કર્યું. હું ખોટા રસ્તા દ્વારા મેળવેલો વિજય મને જરાય માન્ય નથી.' રોહગુપ્ત કહે કે, “મેં જે કહ્યું તે સાબિત કરી આપવા હું તૈયાર છું.' પછી એ જ રાજસભા રોહગુપ્ત સાથે ગુરુદેવનો છ માસ સુધી વાદ ચાલ્યો. અત્તે રોહગુપ્તનો ઘોર પરાજય થયો. પછી રોહગુપ્તને સંઘ સમક્ષ માફી માગવા માટે ગુરુએ કહ્યું, પણ તેણે સાફ ઇન્કાર કર્યો. પછી રોહગુપ્તને શિક્ષાપૂર્વક સંઘ બહાર જાહેર કરી દેવામાં આવ્યો. શાસનની રક્ષા માટે શિષ્ય સામે પણ આવાં આકરાં પગલાં લેવાં પડે, ગમે તેમ ચલાવી લેવાય તો શાસન જોખમમાં આવી પડે. બગડેલી જ કેરીને, સડેલા હાથને દૂર જ કરવા પડે નહિ તો બાકીનું બધું બગાડે. ઉત્તર બલિસહ અને તેની ચાર શાખાઓઃ સ્થવિર ઉત્તર-બલિસહ નામ પરથી ઉત્તર બલિસહજ ગણ શરૂ થયો. તેની કૌશિમ્બિકા વગેરે ચાર શાખાઓ થઈ. - આર્ય સહસ્તીજીને બાર શિષ્યો હતા. ત્યાર પછી આગળ ચાલતાં ચાલતાં આ ર્યસિંહગિરિ થયા. તેમને ચાર શિષ્યો હતા : (૧) ધનગિરિ (૨) આર્યવજ (૩) આર્યસમિત ને (૪) છે (૩૧૩) આર્યઅદિન્ન

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350