________________
(૩૨૫)
પર્યુષણ પર્વનો સાતમો દિવસ : કલ્પસૂત્ર નવમું વ્યાખ્યાન
-
સાધુ-સાધ્વીજીની સમાચારીનું સંક્ષિપ્ત વર્ણન :
શ્રમણપતિ પરમાત્મા મહાવીરદેવ તથા ગણધરોએ આષાઢી ચોમાસી બાદ ૫૦મા દિવસે પર્યુષણ કર્યાં હતાં. તથા તેમની પાટપરંપરામાં આવેલ આજ સુધીના તમામ આચાર્યાદિ મુનિવરો પણ આષાઢી ચોમાસી બાદ ૫૦મા દિવસે પર્યુષણ કરે છે, કારણ કે તે વખતે ગૃહસ્થના ઘર વાછંટ આદિથી રક્ષણ માટે સાદડી આદિથી બંધાયા હોય છે. ચૂના, ખડી આદિથી ધવલ કરાયા હોય છે, ઘાસ વગેરેથી ઢંકાયેલા હોય છે, છાણ આદિથી લીંપાયા હોય છે, ઇત્યાદિ રીતિઓથી જીવદયાનું પરિપાલન થાય તેવો એ કાળ હોય છે. વળી, ૫૦ દિવસ બાદ સાધુએ શેષ ચાતુર્માસ રહેવાનું જણાવવું, જેથી મુનિના નિમિત્તે કોઈ આરંભ-સમારંભ ન થાય. ‘પર્યુષણા' પર + ઉષણા એમ બે શબ્દોથી બન્યો છે. પરિ એટલે સમગ્ર પ્રકારે, ઉષણા એટલે (આત્માની સમીપે આવી) વસવું. સાધુ-સાધ્વીઓએ જ્યાં ચોમાસી પ્રતિક્રમણ કર્યું હોય ત્યાંથી ચારે દિશામાં ૨।। ગાઉ સુધી જઈ શકે. ચોમાસું રહેવા સાધુઓને ગુરુ-આજ્ઞા પ્રમાણે ગ્લાનાદિ માટે અને પોતાના આહાર ગ્રહણ કરવો કલ્પે. તથા હૃષ્ટ, તરુણવયી નીરોગી અને બલિષ્ઠ સાધુ-સાધ્વીને નિષ્કારણ વિગઈઓ કલ્પે
(૩૨૫)