________________
આપણને સહુને એ જાણીને આશ્ચર્ય થશે કે, આવી જંગી બહુમતિના વિચારને પણ પોપ પોલે (૩૨૩) છે.
ફગાવી દેતા જાહેર કર્યું કે “બાઈબલના અધ્યયનના આધારે મારું સ્પષ્ટ મન્તવ્ય છે કે ઇસુના અનુયાયીઓ સંતતિનિયમનનાં સાધનોનો ઉપયોગ કરી શકે જ નહિ, માટે કમિટીના નિર્ણયની વિરુદ્ધમાં મારું ફરમાન છે કે કોઈએ એ સાધનો વાપરવાં નહિ !'
જો આ રીતે ઈસુના પણ ધર્મપ્રચારકો પોતાના માનેલા શાસ્ત્રના આધારે જ ચાલતા હોય તો હું ત્રિલોકનાથ સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર પરમાત્માના આદેશો અનુસાર જ આપણે ચાલવું ન જોઈએ શું? શા માટે નાહકની બૂમો દેશ, કાળ કે જમાનાની પાડવી જોઈએ ? જિનમતિ સિવાય બીજી કોઈ મતિમાં પડો જમા ! બીજી કોઈ વાતનો આગ્રહ રાખો જ મા ! જો તમે કોઈ સંસ્થામાં હું જોડાયેલા હો તો ખૂબ સાવધાન બનજો. શાસ્ત્રની વિરુદ્ધ કાંઈ પણ ન બની જાય તે માટે તમારા સર્વોપરી વડા તરીકે આજ ને આજ કોઈ સંવિગ્ન-ગીતાર્થસાધુ-ભગવંતનું માર્ગદર્શન લઈને જ કામ કરવા માટેની એક કલમ તમારી નિયમાવલિમાં ઉમેરી દેજો. છેવટનો રસ્તો આ છે.
જો તમે તેવા ગીતાર્થ ગુરની ભાવનાને અવગણશો તો તમને તેમની એવી હાય લાગશે કે તે પરચો મળ્યા વિના નહિ રહે. ગુરદ્રોહ એ એટલું ભયાનક – અબ્રહ્મના સેવનથી પણ વધુ ભયાનક-પાપ છે જેનો પરચો આ જ ભવે ભયંકર રીતે મળ્યા વિના રહેતો નથી. જો તમે સ્વભાવના છે ખતરનાક હો તો ધર્મ કરવાનું છોડી દેજો. તેથી ઓછું પાપ લાગશે પણ ધર્મગુરુના દ્રોહનું પાપ તો છે સ્વપ્નમાં ય કરતા નહિ.