________________
(૩૨૧)
જો આ જ વસ્તુસ્થિતિ હોય તો જિનશાસનના મૂળમાં જ અજાણતાં ય સુરંગ ચંપાઈ ગઈ. બહુમતી તો શાસ્ત્રના અભણ માણસોની જ હોય ને ? નવા જમાનાની મોહિનીમાં ઝડપાયેલાઓની જ હોય ને ! વનમાં બહુમતી કોની ? સિંહની કે શિયાળની ? એટલે શું વનનું રાજ શિયાળિયાઓ ભેગાં મળીને ચલાવશે ?
ઓહ ! તો તો જુલમ મચી જાય !
જો સંસ્થાઓનું વિસર્જન શક્ય જ ન હોય, તોપણ પ્રત્યેક સંસ્થાએ પોતાના સર્વોપરી વડા તરીકે કોઈને કોઈ સંવિગ્ન-ગીતાર્થ મુનિને કે પદસ્થને નક્કી કરી લેવા જોઈએ.
એમની વિરુદ્ધ જતા બહુમતીના પણ વિચારને ફગાવી દેવાનો પાકો નિર્ણય કરી લેવો જોઈએ. નહિ તો આ સંસ્થાઓ શું કરશે તે કલ્પના કરી શકાય તેવું નથી.
ભગવાન જિનેશ્વરદેવના શાસનમાં માત્ર જિનમતિ (જિનાજ્ઞાને જ શિર ઝુકાવાય.) એનાથી વિરુદ્ધ જતી બહુમતી તો શું પણ સર્વાનુમતિને પણ માન્ય કરી શકાય નહિ.
શ્રી મહાનિશીથ સૂત્રમાં એક પ્રસંગ આવે છે. એમાં એક સંવિગ્ન ગીતાર્થ ગુરુના નવા થયેલા અપરિણત પાંચસો શિષ્યો સર્વાનુમતિએ નિર્ણય લે છે કે, ‘ચાતુર્માસ પૂર્ણ થતાં જ મુનિસુવ્રત સ્વામીના તીર્થની યાત્રા કરવા જવું, ગીતાર્થ ગુરુવરે શાસ્ત્રમતિથી વિચારીને શિષ્યોને કહ્યું કે,
(૩૨૧)