Book Title: Kalpsutrni Vanchnao
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 336
________________ (૩૨૯) પર્યુષણા પર્વના વ્યાખ્યાનનો અથવા કલ્પસૂત્રનો સ્વાધ્યાય [સંવત્સરી પર્વના દિવસે સવારે વાંચવાની સજ્ઝયા.] પ્રથમ વ્યાખ્યાનની પ્રથમ સજ્ઝાય ઢાળ પહેલી પર્વપજુષણ આવિયાં, આનંદ અંગે ન માય રે ઘર ઘર ઉત્સવ અતિ ઘણા, શ્રી સંઘ આવીને જાય રે. પર્વ પશુષણ આવિયાં (એ આંકણી) ૧. જીવ અમારી લાવિયે, કીજિયે વ્રત પચ્ચખાણ રે, ભાવ ધરિ ગુરુ વંદિયે, સુણિએ સુત્ર વખાણ રે. પર્વ ૦૨. આઠ દિવસ એમ પાલિયે, આરંભનો પરિહારો રે, નાવણ ધોવણ. ખંડણ, લિપણ, પીસાણ, વારો રે. પર્વ ૦૩. શક્તિ હોય તો પચ્ચક્ખીયે, અન્નાયે અતિસારો રે, પરમ ભક્તિ લાવીયે, સાધુને ચાર આહારો. પર્વ ૦૪. ગાય સોહાગણ સવિ મલિ, ધવલ મંગલ ગીત રે, પકવાને કકર પોષીયે, પારણે સામિ મન પ્રીત ૨. પર્વ ૦૫. સત્તરભેદી પૂજા રચી, પૂજિયે શ્રીજિનરાય રે; આગલ ભાવના ભાવિયે, પાતક મલ ધોવાય રે. પર્વ ૦૬. લોચ કરાવે રે સાધુજી, બેસે બેસણાં માંડી રે; શિર વિલેપન કીજિયે, આલસ અંગથી છાંડી રે. ૫ર્વ ૦૭. ગજગતિ ચાલ ચાલતી સોહાગણ નારી તે આવે રે; કુંકુમ ચંદન ગંડૂલી, મોતિયે ચોક પુરાવે રે. પર્વ ૦૮. રૂપા મોહર પ્રભાવના, કરિયે તવ સુખકારી રે શ્રી ક્ષમાવિજય કવિરાયનો, બુધમાણેક વિજય જયકારી રે. પર્વ ૦૯, (૩૨૯)

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350