________________
(૩૧૭)
ત્યાર પછી જિનદત્ત શેઠ, ઈશ્વરી શેઠાણી અને તેના નાગેંદ્ર ચંદ્ર, નિવૃતિ અને વિદ્યાધર નામના ચાર પુત્રોએ દીક્ષા લીધી. આ ચારનાં નામ ઉપરથી ચાર શાખાઓ શરૂ થઈ. વજ્રસેનસૂરિજીની શિષ્ય પરંપરા અને તેની શાખાઓ આગળ વધતાં છેલ્લે ‘આર્ય દેશિગણિ' ‘ક્ષમાશ્રમણ’ થયા. અહીં વિસ્તારભયથી વર્ણનને સંક્ષિપ્ત કર્યું છે. ત્યાર બાદ ‘સ્થિર ગુપ્ત’ ક્ષમાશ્રમણ થયા અને ત્યાર બાદ ‘કુમાર ધર્મ’ ક્ષમાશ્રમણ થયા. અને છેલ્લે ‘દેવર્દ્રિ ગણિ’ ક્ષમાશ્રમણ થયા, જેમણે કલ્પસૂત્ર વગેરે શાસ્ત્રોને ગ્રન્થારૂઢ કર્યાં.
ઉપસંહાર
ત્રિલોકગુરુ પરમાત્મા મહાવીરદેવના શાસનની ધુરાને વહન કરનારા મહાપુરુષો કેટલું ઉજ્જવળ જીવન જીવ્યા છે ? કેવી બેજોડ શાસનરક્ષા કરી છે ? તે-આપણે આ વાચનામાં જોયું. આ બધા ય મહાપુરુષોનો આપણી ઉપર કેટલો બધો ઉપકાર થયો છે ?
જો આ રીતે તે મહાપુરુષોએ શાસનરક્ષા ન કરી હોત તો આજે જયવંતુ જિનશાસન આપણા હાથમાં આવત ખરું ?
કેવી કમનસીબીની વાત છે કે આ શાસનસેવાના કાર્યમાં આજનો શ્રીસંઘ નબળો પડ્યો છે ! શું એમ નથી લાગતું કે ‘શાસન’ છિન્નભિન્ન થઈ રહ્યું છે ? ગામેગામના સંઘો કેટલાક કારણસર તૂટી રહ્યા છે !
(૩૧૭)