________________
લાગ્યો. રાજા આ જોઈ ખુશખુશ થઈ ગયા. ત્રણ વર્ષના વજને ગુરુએ દીક્ષા આપી. (૩૧૫) છે
વજમુનિ આઠ વર્ષના થયા ત્યારે તેમની પરીક્ષા કરવા પૂર્વભવના મિત્ર જે દેવ બનેલા હતા - તે આવ્યા. અને કોળાપાક વહોરાવવા માંડ્યા, વજ મુનિએ જોયું કે આમની આંખ ફરકતી નથી, તેથી ચોક્કસ તે દેવ હોવા હોઈએ. “સાધુને દેવપિંડ અકથ્ય છે.' એથી ભિક્ષા ન લીધી અને કહ્યું છે
કે : “તમે દેવ છો, તમારી ભિક્ષા ન ખપે.' વજમુનિની સાવધાનીથી દેવ ખુશ થયો અને તેમને છે છે વૈક્રિયલબ્ધિ આપી. છે તેવી જ રીતે તે દેવે એક વાર ઘેબર વહોરાવવા પ્રયત્ન કર્યો. તે લેવાની લેશમાત્ર લાલસા છે છે વજ મુનિએ ન રાખી, અને પહેલાંની માફક ભિક્ષા લેવાની ના પાડી. આ મિત્રદેવે પુનઃ વજસ્વામીને બીજી આકાશગામિની વિદ્યા આપી. જ્યારે તે પાટલિપુત્રમાં હતા ત્યારે સાધ્વીજી પાસેથી તેમની વાણી, તેમનાં રૂપ, સૌન્દર્ય અને તેમની દેશના વગેરેનાં ગુણગાન, સાંભળીને ત્યાંના નગરશેઠની પુત્રી રૂકમણિ, તેમના પર મોહી પડી અને પ્રતિજ્ઞા લીધી કે, “હું વજમુનિને જ વરીશ.' પુત્રીની પ્રતિજ્ઞા જાણીને તેના પિતાજીએ વજસ્વામીજી પાસે જઈને કરોડ સોનામહોર ભેટ ધરીને કહ્યું કે, ““મારી પુત્રીને આપ સ્વીકારો.'' પણ વજસ્વામીનું રૂંવાડુંય ફરક્યું નહિ. ઉપરથી, વૈરાગ્યની રસધારા વહાવીને રુકિમણિની વાસના શાન્ત કરીને સાધ્વી બનાવી. કોટિ
છે (૩૧૫) કોટિ વંદન આવા કામવિજેતા : વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલક મહાત્માઓને !