________________
૨૫A
ગૌતમ ગોત્રવાળા અકંપિત વિર અને હારિતાયન ગોત્રવાળા અચલભ્રાતા સ્થવિર તે બન્ને ૩૦૦-૩૦૦ સાધુઓને સાથે વાચના આપતા હતા, તેથી એક ગણ અને બે ગણધર થયા.
કૌડિન્ય ગોત્રવાળા મેતાર્ય અને પ્રભાસ સ્થવિર એ બન્ને ૩૦૦-૩૦૦ સાધુઓને સાથે વાચના આપતા હતા, તેથી એક ગણ અને બે ગણધર થયા.
આમ, શ્રી મહાવીર પ્રભને નવ ગણ અને અગિયાર ગણધરો થયા, એ વાચનાવાળો સાધુ સમુદાય તે એક “ગણ' કહેવાય છે. ગણધરોનું જ્ઞાન
ગણધરો આચારાંગથી દષ્ટિવાદ પયંત બાર અંગના જાણકાર હતા. તેઓ પોતે જ તેના રચનાર છે હતા, ચૌદપૂર્વના પણ જાણકાર હતા, તેથી દ્વાદશાંગીના જાણકાર હતા. આમ, તેઓ દ્વાદશાંગીધર છે ચૌદપૂર્વધર હતા. તેઓ એક માસના ઉપવાસ સાથે પાદપોપગમન અનશન વડે રાજગૃહ નગરે મોક્ષે ગયા. ૧૧ ગણધરોમાંથી ઇન્દ્રભૂતિ અને સુધર્માસ્વામી સિવાયના નવ ગણધરો, ભગવાન છે
મહાવીરદેવ વિદ્યમાન હતા ત્યારે મોક્ષ પામ્યા છે. અત્યારના સઘળાય નિગ્રંથ સાધુઓ આર્ય છે છે સુધર્માસ્વામીના શિષ્યો છે. બાકીના ગણધરો પોતપોતાના ગણને નિર્વાણ સમયે સુધર્માસ્વામીને હું (રા)
સોંપીને મોક્ષે ગયા હતા.