________________
(૩૦૪) કલ્પસૂત્રની
વાચનાઓ
નંદે વિચારવાની [આલોચવાની] તક આપી. ઉદ્યાનમાં બેઠેલા સ્થૂલભદ્રે વિરક્ત થઈને માથાના વાળને ત્યાં જ લોચ કરી નાંખ્યો. મુનિ બન્યા અને રાજાને ‘“ધર્મલાભ !'' કહીને રાજમાર્ગ ઉપર આગળ વધ્યા.
કોશાના રૂપભવન પાસે આવ્યા. મોં ફેરવીને ત્યાંથી પણ સડેડાટ આગળ વધ્યા. સંભૂતિવિજયજી મહારાજ પાસે જઈને વિધિસર દીક્ષા લીધી. કેટલોક સાધનાકાળ પસાર થયા બાદ તેમણે વિચાર્યું કે ‘‘જે સ્ત્રી મારા દ્વારા પાપિણી બની છે તે સ્ત્રીનો ઉદ્ધાર કરું.’’
સ્થૂલભદ્રે રૂપકોશાને ત્યાં ચાતુર્માસનો વિચાર કર્યો. જ્યારે અન્ય મુનિઓ વિષમ જગ્યાએ ચાતુર્માસ માટે ગયા. એક સિંહગુફા પાસે, બીજા સર્પના રાફડા પાસે, ત્રીજા કૂવાના કાંઠા ઉપર. ત્યારે સ્થૂલભદ્રે કોશાને ત્યાં ચાતુર્માસ કરવાની રજા માગી. જ્ઞાની ગુરુએ સંમતિ આપી. સ્થૂલભદ્રજી વિહાર કરીને કોશાને ત્યાં ગયા. ત્યાં જઈને ચાતુર્માસ માટે થોડી જગ્યા માગી. કોશાને થયું : ‘અંતે આવ્યા તો ખરા. મને ખાતરી જ હતી કે મારા પ્રિયતમ આવ્યા વગર નહીં રહે.’
:
સાડા ત્રણ હાથ દૂર રહીને બધી છૂટ આપવા સાથે સ્થૂલભદ્ર ચાતુર્માસ રહ્યા. રૂપકોશાને પુરુષ સામે વિજયડંકો વગાડતી નારીશક્તિ ઉપર ભારે ભરોસો હતો. એક વખતના ભુક્ત ભોગીએ આજે પોતાની જાતને હોડમાં મૂકી દીધી ! એમણે ય એક પતિતના ઉદ્ધારાર્થે જંગ આદર્યો. કોશાના હાવભાવ, અંગમરોડ, ઉન્માદક નૃત્ય, સ્થૂલભદ્ર ઉપર કોઈ અસર કરી શકતા નથી.
આઠમી
વાચના
(બપોરે)
(૩૦૪)