________________
(૩૦૩)
મગધની રાજનર્તકી રૂપકોશાના રૂપમાં પાગલ બન્યો હતો. ઘરબાર ત્યાગીને, કુટુમ્બના માણસોનો તિરસ્કાર પામીને તે સદા રૂપભવનમાં રહેતો. એક ક્ષણ માટે પણ રૂપકોશાના સુંવાળા સંગને તે વેગળો કરી શકવા મજબૂર હતો.
આવો કામુક જીવ, કામવિજેતા તરીકે ચોર્યાસી ચોવીસી સુધી અમર બની જાય એ કેટલી છે આશ્ચર્યજનક વાત કહેવાય.
રૂપકોશાનો પ્રિયતમ શી રીતે જિનશાસનનો નિકટતમ બન્યો? શી રીતે જિનશાસનનો શણગાર છે એવો અણગાર બન્યો? શી રીતે કામણગારીનો કંત જિનશાસનનો સંત બન્યો? તે હવે આપણે છે
જોઈએ. | મોટાભાઈ જ મગધના મન્દીશ્વર થવાને લાયક ગણાય એમ સમજીને નાનો ભાઈ શ્રીયક રાજા નંદની આજ્ઞા લઈને લોહી નીગળતી તલવાર સાથે રૂપભવન તરફ દોડ્યો.
શૂલભદ્ર લોહીવાળી તલવાર જોઈ. તે સ્તબ્ધ થઈ ગયો. આ પિતૃહત્યાએ સ્થૂલભદ્રને સખત છે આઘાત લગાડ્યો. સૌંદર્યના ઘોડાપુરમાં તણાતો સ્થૂલભદ્ર ચોંકી ઊઠ્યો. “આ શું? મોત ! લોહી ! છે હત્યા ! આ સંસાર ! આવો વિશ્વાસઘાતી !' શ્રીયકે મંત્રીપદ સ્વીકારવાની ના કહી. રાજાના આમંત્રણની વાત કરી. બે રાજા પાસે ગયા. સુનમુન બનેલા સ્થૂલભદ્રને ઉદ્યાનમાં બેસીને રાજા
(૩૦૩)