________________
તે ભિખારીને આર્યસુહસ્તીજી પાસે સાધુઓ લાવ્યા. તેમણે દીક્ષા આપવાપૂર્વક ખાવાનું આપ્યું, કદી ન ખાધેલી વસ્તુઓ મળતાં તેણે કરાંજીને ખાધું, તેથી રાત્રે શૂળ ઊપડ્યું. નગરના શેઠિયાઓ તેની સેવા કરવા લાગ્યા. આ બધું જોઈને તેને થયું કે હજી ગઈ કાલ સુધી આ જ લોકો મને ધક્કો મારીને કાઢી મૂકતા હતા, અને આજે મારી સેવાભક્તિ કરે છે !! અહો ! વેશ માત્રનો કેટલો છે
પ્રભાવ ! આ આવી શુભલેશ્યામાં તે રાતે મૃત્યુ પામીને અશોકના પુત્ર કુણાલના પુત્ર સંપ્રતિ તરીકે છે જન્મ પામ્યો.
કાલાંતરે સંપ્રતિને રાજ્ય મળ્યું. તેની માતા શ્રાવિકા હોવાથી તે પોતે ક્રમશઃ ચુસ્ત જૈન બન્યો. આર્ય સુહસ્તિસૂરિજીના ઉપદેશથી તેણે સવા લાખ જિનાલય બંધાવ્યા. સવા કરોડ જિનમૂર્તિ ભરાવી. છે છત્રીસ હજાર જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો, પંચાણું હજાર પિત્તળની પ્રતિમાઓ ભરાવી અને હજારો દાનશાળાઓ બંધાવી.
એક વખત રથયાત્રા નીકળી. તેમાં સંપ્રતિએ જૈન મુનિને જોયા, તેમને જોતાં જ સંપ્રતિને જાતિસ્મરણ થયું : “અહો ! મારા ઉપકારી સાધુ! આ મારા ગુરુદેવ ! હું ક્યાં પેલો ભિખારી અને છે ક્યાં આજનો સંપ્રતિ રાજા !'' ગુરુદેવ પાસે આવીને તેણે પોતાના પૂર્વભવની ઓળખાણ આપી. ગુરુદેવે તેને પ્રભુશાસનમાં ખૂબ સ્થિર કર્યો. તેણે ચારે બાજુ જૈન ધર્મ ફેલાવ્યો. પછી અનાર્ય દેશમાં ભાડૂતી સાધુઓને મોકલી સાધુઓને વિહાર યોગ્ય તે દેશ બનાવ્યો. પોતાના ખંડિયા છે રાજાઓને જૈનધર્મના પ્રેમી બનાવ્યા. તેણે ધર્મનો વ્યાપક પ્રચાર કર્યો.