________________
(૩૦૫) છે
અનેકવિધ પ્રયત્નો સ્થૂલભદ્રને ચલિત કરવા માટે કોશાએ કર્યા. ચાર માસ વીતી ગયા. પણ તેની કારી વાગી નહિ. છેવટે કોશા થાકી ગઈ. ચાતુર્માસ પૂર્ણ થતાં જ તેણે પોતાનો પરાજય સ્વીકાર્યો. તેણે કહ્યું, “હે ગુરુદેવ ! હું તમારી સેવિકા છું, હવે આપ કહો, મારે શું કરવું?' - હવે સ્થૂલભદ્ર બોધની ધારા વરસાવી. કોશા સાંભળતી જ રહી. અને એક ધન્ય પળે એ છે વારાંગનામાંથી વીરાંગના બની. તેણે બાર વ્રત સ્વીકાર્યા. રાજાએ મોકલેલા મહેમાનના અપવાદપૂર્વક ચતુર્થ વ્રત-બ્રહ્મચર્ય-સ્વીકાર્યું.
રાજનર્તકી હવે બ્રહ્મચારિણી બની ! સાધુઓ ચાતુર્માસ પૂર્ણ થતાં ગુરુ પાસે આવ્યા. ગુરુ છે જ્ઞાની છે. તેમણે ત્રણ સાધુને “દુષ્કર' કાર્ય કર્યાનું કહ્યું. પણ સ્થૂલભદ્રજીને “દુષ્કર દુષ્કર' કાર્ય છે કર્યાનું કહ્યું. વળી પેલાંનું બેઠાં બેઠાં સ્વાગત કર્યું. તો સ્થૂલભદ્રજી સામે બે ત્રણ ડગલા જઈને હું સન્માનિત કર્યા. [આજની ભાષામાં તેને “રેડ કાર્પેટ-સન્માન” કહેવાય].
પેલા ત્રણમાંના એક સાધુને ઈર્ષા આવી. મારે સિંહની ગુફા પાસે ચાર માસના ઉપવાસ અને છે સાથે સાથે અખંડ કાયોત્સર્ગ છતાં મારું કાર્ય માત્ર “દુષ્કર' ! અને પેલા સ્થૂલભદ્રને માલંમાલ ખાવું-પીવું છતાં ય તેનું કાર્ય “દુષ્કર, દુષ્કર !” ગુરુનો આ તો કેવો ઘોર પક્ષપાત ! તેમણે બીજે વર્ષે કોશાને ત્યાં ચાતુર્માસ કરવાનો સંકલ્પ કર્યો.
(૩૦૫)