________________
(૨૯૯)
કરવા પ્રભવ નામનો ચોર પોતાના પાંચસો સાથીદારો સાથે દાખલ થયો. તેણે જંબૂકુમારના ઘરમાંથી ધન ઉપાડી જવા ગાંસડીઓ બાંધી પણ ઉઠાવી જાય તે પહેલાં તે આઠ સ્ત્રીઓ સાથેનો જંબૂકુમા૨નો વાર્તાલાપ સાંભળવામાં તલ્લીન બન્યો.
પ્રાતઃકાળે જંબૂકુમાર અને માત-પિતા, પ્રભવ ચોર તથા તેના પાંચસો સાથીદારો, આઠ સ્ત્રીઓ, સાસુ-સસરા, એમ કુલ ૫૨૭ સાથે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા બાદ જંબુસ્વામીજી નિરતિચાર શુદ્ધ ચારિત્ર પાળી ચૌદપૂર્વી થયા, અને અનુક્રમે ચાર ઘાતી કર્મ ખપાવી કેવળજ્ઞાન મેળવી મુક્તિપદને વર્યા.
જંબુસ્વામી પછી તેમની પાટે પ્રભવસ્વામી થયા.
૧૬ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, ૨૦ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં ને ૪૪ વર્ષ કેવળીપણામાં રહીને કુલ ૮૦ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ થતાં પોતાની પાટે પ્રભવસ્વામીને સ્થાપીને જંબૂસ્વામીજી મોક્ષે ગયા. શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી બાર વર્ષે ગૌતમસ્વામી, વીશ વર્ષે સુધર્માસ્વામી અને ચોસઠ વર્ષે જબૂસ્વામીજી મોક્ષે ગયા. કિવી કમાલ ! એક વખતનો ખૂંખાર ચોર પ્રભવ જૈનશાસનના યુગપ્રધાન આચાર્ય બન્યા.]
જંબુસ્વામીજીના કૈવલ્યની સાથે દસ વસ્તુનો નાશ થયો.
(૨૯૯)