________________
(૨૯૪). કલ્પસૂત્રની વાચનાઓ
પર્યુષણ પર્વનો સાતમો દિવસઃ કલ્પસૂત્ર આઠમુંઃ બપોરનું વ્યાખ્યાન સ્થવિરાવલિ
આઠમી
વાચના શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુને નવ ગણ અને અગિયાર ગણધરો હતા. અિન્ય જિનેશ્વરોને આ
(બપોરે) ગણ અને ગણધરની સંખ્યા સમાન હતી.] નવ ગણ અને અગિયાર ગણધર
ગૌતમ ગોત્રવાળા ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, અને વાયુભૂતિ ત્રણે-પ્રત્યેક ૫OO-૫00સાધુઓને અલગ વાચના આપતા હતા, તેથી તે ત્રણ ગણ અને ત્રણ ગણધર થયા. - ભારદ્વાજ ગોત્રવાળા આર્ય વ્યક્ત નામે સ્થવિર અને અગ્નિ વૈશ્યાયન ગોત્રવાળા આર્ય સુધર્મા સ્થવિર બન્ને પ્રત્યેક ૫૦૦-૫૦૦ સાધુઓને અલગ વાચના આપતા હતા, તેથી બે ગણ અને બે ગણધર થયા. વસિષ્ઠ ગોત્રવાળા મંડિત પુત્ર સ્થવિર અને કાશ્યપ ગોત્રવાળા મોર્યપુત્ર સ્થવિર-બને ૩૫૦
છે (૨૯૪) ૩૫૦ સાધુઓને અલગ વાચના આપતા હતા. તેથી તે બે ગણ બે ગણધર થયા.