________________
તીર્થકરના શરીરને નવડાવ્યું, તાજા ગોશીર્ષ ચંદનનું વિલેપન કર્યું, હંસ લક્ષણયુક્ત વસ્ત્ર ઓઢાડ્યું, તે પ્રમાણે બીજા-દેવોએ ગણધરોના અને મુનિઓનાં શરીરના સંસ્કાર કર્યા પછી ત્રણ શિબિકા તૈયાર કરી, તેમાં ક્રમશ શરીર પધરાવ્યાં. પછી ચિતા પર તે શિબિકાઓ મૂકી. અગ્નિકુમાર દેવોએ અગ્નિ સળગાવ્યો. વાયુકમાર દેવોએ વાયુ વિકર્યો. અન્ય દેવોએ ચિતાને ઠારી. પછી સૌધર્માદિ ઇન્દોએ યથાયોગ્ય પ્રભુના દેહની દાઢાઓ અને શેષ દેવોએ અસ્થિ લીધાં. - ઇન્દ્ર ત્રણ રત્નમય સૂપ બનાવ્યા પછી નંદીશ્વર દ્વીપે જઈને અઠ્ઠાઈ મહોત્સવ કરીને વજમય છે દાબડીમાં જિનદાઢાં મૂકીને પૂજા કરવા લાગ્યા. કોઈ ઉપદ્રવ થાય ત્યારે આ દાઢાનો અભિષેક કરી તે જળ છાંટવાથી શાંતિ થાય છે.
શ્રી ષભદેવ પ્રભુના નિર્વાણ બાદ ત્રણ વર્ષ અને સાડા આઠ માસે ત્રીજો આરો પૂર્ણ થયો. શ્રી ઋષભદેવ પ્રભુના નિર્વાણ બાદ ૪૨ હજાર વર્ષ તથા ત્રણ વર્ષ ને સાડા આઠ માસ જેટલો જ સમર્થ ઓછો એવા એક કોટાકોટિ સાગરોપમ વર્ષે પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યા. વીર નિર્વાણ પછી ૯૮૦ વર્ષે ગ્રંથ વાચના થઈ.
(૨૯૩)