________________
તપ હતો ત્યારે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ધ્યાનાંતર દશામાં પ્રભુને કેવલજ્ઞાન થયું.
જ્યારે પ્રભુને કેવલજ્ઞાન થયું ત્યારે જ ભરત રાજાને ચક્રરત્ન પણ ઉત્પન્ન થયું. ભરતને વિચાર (૨૮૬)
આવ્યો કે, “હું પહેલાં ચક્રરત્નની પૂજા કરું કે પિતાની ? પણ બીજી જ પળે મનમાં સમાધાન થયું કલ્પસૂત્રની
સાતમી વાચનાઓ . કે ભગવાનની પૂજામાં ચક્રરત્નની પૂજા આવી જાય છે. ભગવાનની પૂજા ઈહલોક તથા પરલોકના
વાચના સુખ માટે છે. બાકી ચક્ર સંહારક છે. કેવળજ્ઞાન તો અનંત જીવોને અભયદાતા છે. આમ ચક્રરત્ન
(સવારે) પડતું મૂકીને કેવળી પિતાના વંદન-પૂજનાદિ કરવાની તૈયારી કરી. છે. ભરતના દાદીમા મરુદેવા હમેશ ભરતને કહ્યા કરતા કે, “ઋષભ પાસે મને લઈ જા. તે શું છે શું કરતો હશે? ઋષભ શું ખાતો હશે? ક્યાં રહેતો હશે?'' આવા અનેક તર્કવિતર્ક કરી કરીને રડ્યા
કરતા. એક હજાર વર્ષ રડી રડીને મરદેવાની આંખે પીયાનાં પડળ જામ થઈ ગયાં. તેથી કાંઈ છે છે દેખાતું ન હતું. ભરતે મરુદેવાને કહ્યું, “ચાલો દાદીમા ! આજે તમારો ઋષભ બતાવું !'' છે. છે મરુદેવાને હાથી ઉપર બેસાડીને ઠાઠમાઠથી ભરત સમવસરણના સ્થળે લઈ ગયા. નજીક છે છે આવતાં દુંદુભિના દિવ્યનાદ સાંભળીને મરુદેવા પૂછે છે કે, “આ શાનો નાદ છે ?” ભરતે કહ્યું, ને
“ઋષભદેવ પ્રભુ તીર્થકર થયા એની ખુશાલીમાં થતો દેવોના વાજિંત્રનો આ નાદ છે.” એ સાંભળી મરુદેવાની આંખે એટલાં બધાં હર્ષનાં આંસુ ઊભરાયાં કે આંખનાં પડળ ધોવાઈને છે (૨૮૬) નીકળી ગયાં ! પછી જ્યાં જુએ છે, ત્યાં મનોમન બોલવા લાગ્યા, “અહોહો ! આટલો બધો વૈભવ