________________
(૨૮૫)
આઠ ભવનો સંબંધ
૧. જ્યારે પ્રભુ ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ હતા, ત્યારે તે હું નિર્નામિકા તેમની સ્વયંપ્રભા નામે દેવી હતી. ૨. પછી પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નગરમાં વજજંઘ નામે રાજા હતા, ત્યારે હું શ્રીમતી નામે તેમની રાણી હતી. ૩. ત્યાંથી ઉત્તરકુરૂમાં ભગવાન યુગલિક હતા અને હું તેમની યુગલિની હતો. ૪. ત્યાંથી સૌધર્મ દેવલોકમાં અમે બંને મિત્ર દેવ થયા હતા. ૫. ત્યાર પછી અપરવિદેહમાં પ્રભુ વૈદ્યપુત્ર હતા, ત્યારે હું જીર્ણ શેઠનો પુત્ર
કેશવ નામે તેમનો મિત્ર હતો. ૬. ત્યાંથી અશ્રુત દેવલોકમાં અમે બંને દેવ થયા હતા. ૭. ત્યાંથી છે પુંડરીકિણી નગરીમાં પ્રભુ વજનાભ ચક્રી હતા, તે વખતે હું પ્રભુનો સારથિ હતો. ૮. ત્યાંથી છે સવાર્થસિદ્ધ વિમાનમાં અમે બંને દેવ થયા હતા અને આજે હું પ્રભુનો પ્રપૌત્ર થયો છું.
લોકો સ્તુતિ કરતા કહેવા લાગ્યા, “ઋષભદેવ સમાન પાત્ર, શેરડીના રસ સમાન નિરવદ્ય છે. દાન અને શ્રેયાંસના જેવો ભાવ, જો પૂર્વનું ભાગ્ય હોય તો જ પ્રાપ્ત થાય.” આયુક્રમ
દીક્ષા લીધા પછી એક હજાર વર્ષ પ્રભુ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. આ સમયમાં કુલ ફક્ત એક જ છે અહોરાત્રનો પ્રસાદ કાળ હતો. મહા વદ ૧૧ના દિવસે પુરિમતાલ નામના વિનીત નગરીના શાખા નગરની બહાર, શકટ મુખ નામના ઉદ્યાનમાં, ન્યગ્રોધ નામના વૃક્ષ નીચે, નિર્જળ છ8નો છે.