________________
(૨૮૩) છે
પ્રભુની નમિ-વિનમિ સેવા કરવા લાગ્યા. વંદન નમસ્કાર કરીને અનુકૂળતાએ પોતાને રાજ્યભાગ આપવાનું જણાવતા રહ્યા. પણ પ્રભુ તો મૌન હતા. તેથી નમિ-વિનમિ તેમની પાછળ ભમવા લાગ્યા.
એક દિવસ પ્રભુને વંદન કરવા ધરણેન્દ્ર આવ્યો. પ્રભુની ઉત્કૃષ્ટ સેવા ભક્તિ કરતા નમિવિનમિને જોઈને ઇન્દ્ર ખુશ થઈ ગયો. સઘળી વાત જાણીને તેણે કહ્યું, “અરે ! પ્રભુ તો વિરાગી છે, તેમની પાસે આપવાનું કાંઈ ન હોય પણ પ્રભુની ભક્તિથી તુષ્ટ બનેલો હું તમને કાંઈક આપીશ.' પછી ધરણેન્દ્ર તે બંને ભાઈઓને ૪૮ હજાર વિદ્યાઓ આપી. ગૌરી, ગાંધારી, રોહિણી અને પ્રજ્ઞપ્તિ-એ ચાર મહાવિદ્યા આપી અને તેમને માટે વૈતત્ર્ય પર્વત ઉપર બે શ્રેણિમાં મહાનગરો સર્યા. પછી બંને ભાઈઓમાંથી નમિ દક્ષિણ શ્રેણિમાં અને વિનમિ ઉત્તર શ્રેણિમાં જઈ વસ્યા. રષભદેવને પ્રથમ પારણું
લોકો પ્રભુને ધન, સંપત્તિ, સમૃદ્ધિ, કન્યાઓ વગેરે વહોરાવતા પરંતુ યોગ્ય નિર્દોષ ગોચરી ન મળતા પ્રભુ હસ્તિનાપુર તરફ ગયા. ત્યાં બાહુબલિના પુત્ર સોમપ્રભના પુત્ર શ્રેયાંસકુમાર હતા. શ્રેયાંસકુમારને, રાજા સોમપ્રભને અને નગરશેઠ સુબુદ્ધિને, શ્રેયાંસને લાગુ થતાં સ્વપ્ન આવ્યાં. સવાર પડતા રાજ્યસભામાં પોતપોતાનાં સ્વપ્નો જણાવ્યાં. તેથી એ નિશ્ચિત થયું કે