________________
(૨૬૮)
કલ્પસૂત્રની વાચનાઓ
લેતો નથી તો શું તેનાથી પણ વધુ હલકા, અધમ તમે છો ?’
આ શબ્દો સાંભળીને રથનેમિને પોતાની ભૂલ સમજાઈ. તેમણે રાજીમતીની માફી માગી. તે બોલ્યા : ‘તમે મને બચાવી લીધો !' પછી પાપની આલોચના કરવા ભગવાન પાસે ગયા. ત્યાં દેશના સાંભળી ભગવાન સમક્ષ દુષ્કૃત્ય જણાવ્યું. પ્રભુએ ફરમાવેલ પ્રાયશ્ચિત્ત કરીને કેવલી થઈ મોક્ષે ગયા. રાજીમતી પણ દીક્ષા પાળીને કેવલી થઈ મોક્ષે ગયાં.
હાય ! કામરાજની કેવી પ્રચંડ શક્તિ ! ઇન્દ્રિય પરાજય શતક ગ્રન્થમાં કહ્યું છે કે, જો કામવાસનાના ઝંઝાવાતી પવનમાં રહનેમિ જેવા સાધક મુનિઓરૂપી મેરુ-પર્વત હચમચી ગયો તો પીપળાના ઝાડ ઉપર લટકીને રહેલા પાકાં પાદડાંની તો આ ઝંઝાવાત સામે ટકવાની શી ગુંજાયશ ! અધ્યાત્મસાર ગ્રન્થમાં કામને ચંડાલ કહ્યો છે નિર્દય કહ્યો છે કેમકે તે શાસ્ત્રોના જાણકાર પંડિતોને (ના. જ્ઞાનીઓને નહિ.) પળવાર ધૂળ ચાટતો કરી શકે છે. ત્યાં કહ્યું છે કે જેની ઉપર ગીતાર્થ ગુરુની કૃપા ઊતરી હોય તેને તે પીડી પણ શકતો નથી.
રહનેમિ, સિંહગુફાવાસી મુનિ, કંડરિક મુનિ, સંભૂતિ મુનિ જેવા ઘોર તપસ્વીઓને પણ જો કામ તમતમતી લપડાક મારી શકે તો નિત્ય દૂધ-ઘી વગેરેનું સેવન કરનારા જીવોને તો તે લોહી વમતા કરીને, ભૂમિ ઉપર પછાડીને મારી જ નાંખે ને !
સાતમી
વાચના
(સવારે)
(૨૬૮)