________________
છઠ્ઠ દિવસે પ્રભુભક્તિના ગીતો ગાવાં વગેરે રૂપે ધર્મજાગરિકા કરી. (૧૬૧) છે.
અગિયારમે દિવસે : અશુચિકર્મની શુદ્ધિ વગેરે કરવામાં આવ્યા.
બારમે દિવસે પ્રભુનાં માતાપિતાએ વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારનાં ભોજન તૈયાર કરાવ્યાં.
મિત્રોને, જ્ઞાતિજનોને, સગાં-વહાલાંને, દાસ-દાસીને, ક્ષત્રિયો વગેરેને જમવાનું આમંત્રણ આપ્યું અને પ્રભુનાં માતા-પિતાએ તેમની સાથે ભોજન કર્યું. જમ્યા પછી, પુષ્પ, ગંધ, વસ્ત્ર, માળા તથા આભૂષણો વગેરેથી તે બધાનાં સત્કાર-સન્માન કર્યા. ત્યાર પછી સર્વેને પ્રભુનાં માતાપિતાએ કહ્યું કે, “હે સ્વજનો ! જ્યારથી આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારથી સુવર્ણાદિ અનેક પ્રકારનાં દ્રવ્યોથી, લોકોની પ્રીતિથી, સર્વ રીતે અમે વૃદ્ધિ પામતાં રહ્યાં છીએ. તેથી આ બાળકનું ગુણસંપન્ન એવું ‘વર્ધમાન' નામ પાડવામાં આવે છે.' બધા બોલી ઊઠ્યા: “બરાબર બરાબર.'' ભગવાનનાં ત્રણ નામ
શ્રમણભગવંત શ્રી મહાવીર પ્રભુનાં ત્રણ નામો છે : પહેલું નામ “વર્ધમાન'' તે માતાપિતાએ પાડ્યું. બીજું નામ ““શ્રમણ'. તે તપ-શ્રમ કરવાની શક્તિ ઉત્પન્ન થઈ તેથી પડ્યું. ત્રીજું નામ
છે (૧૬૧) “વીર” અથવા “મહાવીર'. આ નામ ઉપસર્ગાદિમાં અભય રહેલા પ્રભુને જોઈને દેવોએ