________________
(૨૨૧)
પ્રભુ પાછા વળી ગયા. પ્રભુ જેવા પાછા વળ્યા કે ચંદનાબાળાને આઘાત લાગ્યો. તે વિચારવા લાગી કે, ‘મારું બીજું ભાગ્ય તો પ૨વા૨ી ચૂક્યું પણ આટલું ય ભાગ્ય પરવારી ગયું.'' તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેના રુદનનો અવાજ પ્રભુએ સાંભળ્યો. અને આનંદો ! પ્રભુની બધી શરતો પૂરી થઈ. પ્રભુ પાછા ફર્યા. ચંદનબાળાના હાથે અડદના બાકુળા વહોર્યા. ચંદનબાળા ધન્ય થઈ ગઈ. તે વખતે સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. પાંચ દિવ્યો પ્રગટ્યાં.
ચંદનાના માથા ઉપર કેશ આવી ગયા.
બેડી ઝાંઝર બની ગઈ.
શરીર અલંકારોથી ભરાઈ ગયું !
કાનમાં ખીલાનો ઉપસર્ગ
પછી શૃંભિકા ગામે ઇન્દ્રે નાટ્યવિધિ દેખાડીને કહ્યું, ‘‘પ્રભુને હવે થોડા સમયમાં આપને કેવળજ્ઞાન થશે.’’ શક્રેન્દ્ર પ્રભુની ભક્તિ કરી અને જુદા જુદા દેવો આવી પ્રભુને સુખશાતા પૂછી ગયા. પછી ષણ્માણી ગામની બહાર કાયોત્સર્ગમાં રહ્યા. ત્યાં એક ગોવાળિયો પોતાના બળદો સોંપીને ગામમાં ગયો. આ છેલ્લો ઉપસર્ગ ગોવાળિયાએ કર્યો અને પહેલો ઉપસર્ગ પણ ગોવાળિયાએ કર્યો હતો. બળદો ત્યાંથી ચરવા ચાલ્યા ગયા. ગામમાંથી ગોવાળિયો પાછો આવ્યો. પોતાના
(૨૨૧)