________________
(૨૪૯) છે
નિર્વાણ પામવાથી નંદિવર્ધનને તે દિવસે અતિ શોક થવાથી તેને સાંત્વન આપવા તેમની બહેન સુદર્શનાએ તેમને ખૂબ સમજાવીને આદર સહિત બીજને દિવસે પોતાને ઘેર જમાડ્યા. ત્યારથી ભાઈબીજનું પર્વ શરૂ થયું. ભસ્મરાશિગ્રહ
જે રાત્રિએ પ્રભુ નિર્વાણ પામ્યા, તે રાત્રિએ ક્રૂર સ્વભાવવાળો ભમ્મરાશિગ્રહ ભગવાનના જન્મ નક્ષત્રમાં (ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં) સંક્રાંત થયો હતો. તેનો કાળ બે હજાર વર્ષનો ગણાય. વિક્રીભવનનાં ૫૦૦ વર્ષ બીજાં ગણીએ તો ૨૫૦૦ વર્ષનો કાળ ગણાય.] આ કારણે નિર્વાણ પૂર્વે ઈન્દ્ર પ્રભુને વિનંતિ કરી કે, “હે સ્વામિન્ ! એક ક્ષણવાર આપનું આયુષ્ય વધારો કે જેથી આપ જીવતા હોવાથી આપના જન્મનક્ષત્રમાં સંક્રાંત થયેલો આ ભસ્મરાશિગ્રહતિ આપની દષ્ટિ પડી છે જતાં-આપના શાસનને પીડા કરી શકે નહીં.” ત્યારે પ્રભુએ કહ્યું, “હે ઇન્દ્ર ! આવું પૂર્વે કદાપિ બન્યું નથી કે ક્ષીણ થયેલું આયુષ્ય જિનેન્દ્રો પણ વધારી શકે. તીર્થની આપત્તિને કોઈ મિથ્યા કરી છે શકનાર નથી.” [ભગવાનને નિર્વાણ પામ્યાને આજે ૨૫૨૪ વર્ષ થયાં છે. હવે ધર્મશાસનનો અભ્યદય થશે તેમ કલ્પી શકાય.]
તે સમયે કુંથુ આદિ જીવો પુષ્કળ ઉત્પન્ન થવાથી સુવિહિત મુનિઓએ જાણ્યું કે હવે સંયમપાલન છે
(૨૪૯).