________________
છે (૧૦) ચારસો ઉત્કૃષ્ટવાદીઓ. (૨૫૧) છે.
ભગવાનના સાતસો શિષ્યો મુક્તિ પામ્યા અને ચૌદસો સાધ્વીઓ મુક્તિપદે પહોંચી. આઠસો મુનિઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. મહાવીર પ્રભુ કેવળજ્ઞાન પામ્યા પછી ચાર વર્ષ સુધી આ કોઈ કેવળી મોક્ષે ગયા ન હતા. ચાર વર્ષ પછી મોક્ષ-માર્ગ ચાલુ થયો તે છેલ્લે જંબુસ્વામી સુધી ચાલુ રહ્યો. પછી મોક્ષમાર્ગ બંધ થયો છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ ત્રીસ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. લગભગ સાડા બાર વર્ષ છબસ્થાવસ્થામાં રહ્યા. ત્રીશ વર્ષમાં થોડા દિવસ ઓછા-સુધી કેવલી પર્યાય પાળ્યો. આમ, એકંદરે બેતાલીશ વર્ષ ચારિત્રપર્યાય પાળીને બોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પ્રભુ નિર્વાણ પામ્યા.
હજુ જ્યારે ચોથો આરો પૂર્ણ થવાને ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી હતા, જ્યારે પ્રભુને છે હું ચોવિહાર છઠ્ઠનો ઉપવાસ હતો, જ્યારે સ્વાતિનક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો. રાત્રિ મુહૂર્ત બાકી છે
હતી, પ્રભુ પદ્માસને બેઠા હતા, ત્યારે સોળ પ્રહરની દેશના આપીને પ્રભુ સિદ્ધ થયા, બુદ્ધ થયા, છે મુક્ત થયા, નિર્વાણપદ પામ્યા. આ વીર નિર્વાણ પછી ૯૮૦ મે વર્ષે કિ ૯૯૩ મે વર્ષે આ કલ્પસૂત્ર ગ્રંથાકારે લખાયું અને સાથે જ જાહેરમાં વાંચવાનું શરૂ થયું.
છે (૨૫૧)