________________
પાર્શ્વકુમાર ઝરૂખામાં બેઠા હતા ત્યારે નગરજનોને પુષ્પના પૂજાના થાળ લઈને જતા જોયા. આ (૨૫૩)
અંગે પૂછતાં જણાયું કે કમઠ નામનો તાપસ બહાર આવેલ છે. તે મહાતપસ્વી છે. તેની પૂજાવંદના અર્થે લોકો ત્યાં જઈ રહ્યા છે. પ્રભુ પણ ત્યાં પધાર્યા. આ કમઠ ગરીબ મા-બાપનો બ્રાહ્મણપુત્ર હતો. એક વખત રત્ન વગેરેથી અલંકૃત શ્રીમંતોને જોઈને તેને થયું છે કે, “આ બધી રિદ્ધિસિદ્ધિ પૂર્વ જન્મના તપનું ફળ છે તો હું પણ હવે ઘોર તપ કરું કે જેથી આવી રિદ્ધિસિદ્ધિ મને પણ મળે.' આવો વિચાર કરીને તે પંચાગ્નિ તપ કરવા લાગ્યો. ત્યાં પાર્શ્વકુમારે અવધિજ્ઞાનથી જોયું તો અગ્નિમાં જે લાકડાં સળગતાં હતાં તેમાં એક કાષ્ઠમાં નાનકડો સાપ ફસાયો હતો. પાર્શ્વકુમાર ત્યાં ગયા. ઘોડા ઉપરથી નીચે ઊતર્યા અને તપ અંગે પૂછપરછ કરી. પાર્શ્વકુમારે કહ્યું : દયા વિના કોઈ ધર્મ નથી. દયા તો નદી સમાન છે. નદી કાઠે ઊગેલાં વૃક્ષો નદીના પાણીથી પોષાય છે તેમ તપ, છે સંયમ વગેરે દયાથી પોષાય છે. તમારા આ અગ્નિમાં તો સર્પ જલી રહ્યો છે. આમ કહીને તે સળગતું કાષ્ઠ કઢાવીને ફડાવ્યું. તરત લગભગ બળી ગયેલો સર્પ તરફડતો બહાર પડ્યો. આ
જોઈને કમઠ તો સ્તબ્ધ થઈ ગયો. લોકો પણ પાર્શ્વકુમારના જ્ઞાન ઉપર સ્તબ્ધ થઈ ગયા. બળેલા છે સાપને અંત સમયે નવકાર મંત્ર સંભળાવવામાં આવ્યો. તેથી મરીને તે ધરણેન્દ્ર થયો. કમઠ તપ છે છે. તપીને મેઘકુમારોમાં મેઘમાળી નામે દેવ થયો.
છે (૨૫૩) શ્રી પાર્શ્વપ્રભુ ૩૦ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા. વૈશાખ વદ અગિયારસને દિવસે વિશાખા હું