________________
(૨૬૪)
કલ્પસૂત્રની
વાચનાઓ
આવો હતો આર્ય સંસ્કૃતિનો ઉત્કૃષ્ટ આદર્શ ! જાણતાં-અજાણતાં ય મનથી પણ જે સંબંધ થાય તેમાં ફેરફાર થઈ શકતો નહિ.
એક વખત હીરસૂરિજી મહારાજ સીરોહીમાં હતા ત્યારે ઘણા યુવકો પ્રતિક્રમણ કરવા માટે ઉપાશ્રયે આવતા. શિયાળાનો સમય હોવાથી બધા કામળી ઓઢીને બેસતા હતા. જાણે બધા ય સાધુ જ લાગે ! ત્યાં એક બાઈ વંદનાર્થે આવી. તેણે એક યુવકશ્રાવકને સાધુ માનીને વંદના કરી. પછી જ્યાં કહેવા જાય છે, ‘‘સ્વામી ! શાતા છે જી !'' ત્યાં જ તે યુવકે માથું ઊંચું કરીને કહ્યું, ‘“અરે ! હું સાધુ નથી.'' જોઈને બાઈ ચોંકી ઊઠી. કેમકે આ યુવક સાથે જે તે બાઈનું વેવિશાળ થયું હતું. તે બાઈએ ઘેર આવીને માતાપિતાને વાત કરી કે, ‘‘હવે એ મારા જિંદગીભર ગુરુના સ્થાને રહેશે. હવે હું કોઈની પણ સાથે લગ્ન કરીશ નહિં.’' અજાણતા થઈ ગયેલ વંદન હતું છતાં ય તે યુવકને ગુરુ તરીકે માન્ય રાખ્યા અને તે બાઈ જિંદગીભર બ્રહ્મચારિણી રહી. પાછળથી તેણે દીક્ષા લીધી.
હલકી કોમના ગણાતા પેલા લોચનદાસે તો ભૂલમાં પોતાની ભાવી પત્નીને ‘બહેન’ તરીકે સંબોધી તો તેઓ લગ્ન કરીને પણ આજીવન સગા ભાઈ-બેન બનીને રહ્યા ! પિતાએ કોઢીયાને પતિ કહ્યો... તેની સાથે જ મયણાએ તેનો હાથ પકડી લીધો ? હાય ! આજે? અરે; બધું ખતમ થઈ ગયું છે. ગોરા લોકો એ દેશી ગોરાઓને હાથવગા કરી લઈને આર્ય- સંસ્કૃતિ ઉપર જીવલેણ
સાતમી
વાચના
(સવારે)
(૨૬૪)