________________
(૨૬૩)
:
નેમિકુમાર ઃ ‘પિતાજી ! મને આવો આગ્રહ ન કરો. સંસારની ભોગક્રિયા અનેક પ્રાણોનો ઘાણ કાઢનારી છે. એક વખત સંસારનું સુખ ભોગવવા જતાં બેથી નવ લાખ ગર્ભજ પંચેન્દ્રિય જીવો તથા અસંખ્ય સંમૂર્છિમ જીવોનો નાશ થાય છે.
સમુદ્રવિજય રાજાએ કહ્યું, ‘‘વત્સ ! ઋષભદેવ આદિ જિનેશ્વરો વિવાહ કરીને મોક્ષે ગયા છે તો શું તું નવાઈનો મોક્ષ પામવા માગે છે !
નેમિકુમાર ઉત્તર આપતાં પિતાને કહ્યું, ‘‘પિતાજી ! તેમનાં નિકાચિત ભોગાવલિ કર્મો બાકી હતાં. મારું ભોગાવલી કર્મ હમણાં ક્ષીણ થયું છે. એટલે હવે હું એક ક્ષણ પણ સંસારમાં રહીશ નહિ. મને આ સંસારસુખમાં જરા ય રસ નથી.’’
આ બાજુ રથને પાછો વળેલો જોઈને રાજીમતી બોલી : ‘હે દૈવ ! આ શું થયું ?’ એમ કહીને બેભાન થઈ ગઈ. સખીઓએ ઉપચાર કરીને તેને શુદ્ધિમાં આણી. પછી રાજીમતી આક્રંદ કરતી ભાગ્યને વખોડતી પોતાને જ ઉપાલંભ આપવા લાગી. એ વખતે સખીઓ બોલી, “અમે કહ્યું જ હતું કે કાળાનો કદી વિશ્વાસ ન કરવો તે વાત સાચી પડી. પણ કાંઈ નહિ, રાજુલ ! હવે તારા માટે અમે બીજો પતિ શોધી કાઢીશું.''
આ શબ્દો સાંભળતાં રાજીમતીએ કાને હાથ દીધા અને કહ્યું, ‘‘આવા પાપ શબ્દો સાંભળવા માટે હું તૈયાર નથી. સૂર્ય પશ્ચિમમાં ઊગે તો ય હવે જેને એક વાર પતિ માન્યો છે તે જ મારો પતિ રહેશે.’’
(૨૬૩)