________________
(૨૨)
તરણાં ખાઈએ છીએ, અને ઝરણામાં પાણી પીને સંતોષ માનીએ છીએ. માનવજાતિથી કેટલાય
ગાઉ દૂર રહીએ છીએ, તો પછી અમારા જેવા નિરપરાધીનો જીવ લઈને અમોને શા માટે હેરાન કલ્પસૂત્રની કરો છો?' તે વખતે નેમિકુમારે પશુરક્ષકોને કહ્યું, “ઉઘાડી નાખો દરવાજા અને છોડી દો આ છે
સાતમી વાચનાઓ આ બધાં પશુ-પક્ષીઓને; મારે લગ્ન નથી કરવાં.'
વાચના જેવા દરવાજા ખૂલ્યા કે પશુઓ હર્ષની ચિચિયારીઓ કરતાં દોડવા લાગ્યાં. આ વખતે કવિ
(સવારે) છેકલ્પના કરે છે કે હરિણ એટલે રંગમાં ભંગ પડાવનાર પશુ. માટે જ તેને સંસ્કૃતમાં કુરંગ કહેવાય છે
છે તે સાચું છે. રામ ને સીતાનો વિરહ હરિણે કરાવ્યો. ચંદ્રને કલંકિત કરનાર હરિણ છે, અને જ નેમિકુમાર ને રાજીમતીનો વિરહ કરાવનાર પણ આ હરિણ છે.
આ વખતે સમુદ્રવિજય તથા શિવાદેવી માતાએ આડા ઊભા રહીને રથને અટકાવ્યો. # શિવાદેવીએ આંખમાં આંસુ લાવીને લગ્ન કરવા વિનંતિ કરી. ત્યારે નેમિકુમારે કહ્યું, “હે માતા ! શું તમે આ આગ્રહ છોડી દો, રાગી ઉપર પણ વિરાગી (વિશેષ રાગી) થાય તેવી માનવી - સ્ત્રી માટે જ પરણવી નથી. મારે તો વિરાગી ઉપર રાગ કરે તેવી મુક્તિરૂપી સ્ત્રીને જ પરણવી છે.
પિતા સમુદ્રવિજયે કહ્યું, “વત્સ ! કાંઈક વહેવાર તો સમજ. આમ પાછા ફરી જવું તે ઉચિ નથી.'
છે (૨૬૨)