________________
(૨૫૯) છે
જાંબુવતી બોલી : આપણા કુળના મુનિસુવ્રત તીર્થંકર પણ ગૃહવેશમાં રહીને પુત્ર થયા પછી દીક્ષા લઈને મોક્ષે ગયા છે.
પદ્માવતીએ કહ્યું : સ્ત્રી વગર પુરુષની શોભા નથી. સ્ત્રી વગરના પુરુષોનો કોઈ વિશ્વાસ કરતું નથી.
ગાંધારીએ કહ્યું : આતિથ્ય કરવા માટે, સંઘ કાઢવા માટે, વિવાહ, ઉજાણી, પોંખણું કરવા વગેરેમાં સ્ત્રીની જરૂર રહે છે.
ગૌરી બોલી : પક્ષી પણ પોતાની સ્ત્રી સાથે રહે છે. તમે પક્ષી કરતાં પણ ગયા! લક્ષ્મણાએ કહ્યું : સ્ત્રી વગર તો બધું શૂન્ય છે.
આવું ઘણું કહ્યા છતાં નેમિકુમાર મૌન રહ્યા. મૌનને બધાએ સંમતિ માની લીધી. “જ્યાં નિષેધ નહીં, ત્યાં સ્વીકાર.' એવું માનીને બધી ગોપીઓ કહેવા લાગી કે “નેમિકુમારે લગ્નની સંમતિ આપી છે.”
તરફ કૃષ્ણ ક્રોષ્ટકી નામના જ્યોતિષીને બોલાવ્યા. તેણે ચોમાસામાં લગ્નનો નિષેધ જણાવ્યો. હું સમુદ્ર વિજય રાજાએ કહ્યું કે, ““માંડ માંડ નેમિકુમારે હા પાડી છે, તો ગમે તેમ કરીને નજીકનું મહર્ત શોધવું જ રહ્યું.'' જ્યોતિષીએ શ્રાવણ સુદ છઠ્ઠનો દિવસ બતાવ્યો. તાબડતોબ તૈયારી થઈ
તે