________________
ગણધરપદ સ્થાપના દ્વાદશાંગીની રચના પ્રત્યેક ગણધર અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગી રચે છે, (૨૪૭) છે.
ભગવાન તેને મહોર લગાવે છે. આનું નામ છે ગણતર ભગવંતોની સ્થાપના.
સુધર્મા સ્વામીજીને ગણની અનુજ્ઞા : અગિયારમાંથી નવ ગણધર ભગવંતો ભગવાનની હાજરીમાં નિર્વાણ પામવાના છે. ભગવાન નિર્વાણ પછી ૧૨ વર્ષે શ્રી ગૌતમ મહારાજા નિર્વાણ પામવાના છે. એટલે ભગવાન શ્રી સુધર્મા સ્વામીજીને ગણ સોંપે છે. કારણ કે તેમનું આયુષ્ય ૨૦ વર્ષ વધારે હતું. આજની પાટ શ્રી સુધર્મા સ્વામીજીની પાટ કહેવાય છે. પછી ગણ શ્રી સુધર્માસ્વામીજીને સોંપે છે અને માથા પર બીજી વાર વાસક્ષેપ નાંખે છે.
છેલ્લા ચોમાસામાં પ્રભુ મધ્યમ પાપાનગરીમાં હસ્તિપાલ રાજાની લેખશાળામાં આવ્યા. ત્યારે ચોમાસાનો છેલ્લો માસ આસો હતો અને અમાસ હતી. ત્યારે પ્રભુ નિર્વાણ પામ્યા.
જે રાત્રિએ શ્રમણ ભગવાન શ્રી વીર પ્રભુ નિર્વાણ પામ્યા. તે રાત્રિ, સ્વર્ગથી આવતાં-જતાં છે. છે ઘણાં દેવદેવીઓને લીધે પ્રકાશિત થઈ. ગૌતમ સ્વામીજીને સવાર પડતાં એટલે કે કારતક સુદ છે
એકમને દિવસે વહેલી સવારે કેવળજ્ઞાન ને કેવળદર્શન પ્રાપ્ત થયાં. તેમને પ્રભુ ઉપર ધર્મરાગ હતો, તેમ સાથે જ પૂર્વભાવનો સ્નેહરાગ પણ હતો. આ સ્નેહરાગને કારણે જ ગૌતમસ્વામીજીને હું (૨) કેવળજ્ઞાન થતું ન હતું. સ્નેહરાગ તોડવા ખાતર ભગવાને પોતાના નિર્વાણ સમયે કોઈક ગામમાં