________________
(૨૪૬) છે.'
ભગવાનના વચનોથી તેમનો પણ સંશય ટળ્યો અને તેઓ પોતાના ૩૦૦ શિષ્યો સાથે
ભગવાનની પાસે દીક્ષિત થયા. કલ્પસૂત્રની છે ૯, અચલત ભ્રાતા નવમા અચલભ્રાતા નામના પંડિતને પુણ્ય વિશે સંદેહ હતો. ભગવાન છે
છઠ્ઠી વાચનાઓ કહે છે કે, ““કર્મ તો આત્માને રખડાવનારું છે એટલે પાપરૂપ જ છે. સુખ આપનારું કર્મ અને પુણ્ય
છે વાચના કહેવાય અને દુઃખ આપનારું કર્મ એને પાપ કહેવાય. કર્મ અસલમાં સારું છે જ નહિ. કર્મ એ (બપોરે) પુણ્યરૂપ હોઈ શકે છે એટલા પૂરતું કે એ સુખ આપે છે.
આમ તેમનો પણ સંશય ટળતાં એ પણ પોતાના શિષ્યો સાથે ભગવાનનું શરણું સ્વીકારે છે. ૧૦. મેતાર્ય દશમા મેતાર્યનામના પંડિતને પરલોક વિશે શંકા હતી. તેમને પણ પ્રભુ સમજાવે છે એટલે તેઓ પણ પોતાના 300 શિષ્યો સાથે ભગવાનનું શિષ્યપદ સ્વીકારે છે.
૧૧. પ્રભાસ ગણધર : અગિયારના પ્રભાસ નામના પંડિતને મોક્ષ વિશે શંકા હતી કે વેદમાં કહ્યું છે કે સદા માટે યજ્ઞ કરવો. તે ક્રિયા સ્વર્ગ માટે થાય. વેદાંતીઓ યજ્ઞાદિ ક્રિયાને સ્વર્ગનું કારણ માને છે, મોક્ષનું કારણ માનતા નથી માટે મોક્ષ શું નહિ હોય ? પરંતુ ભગવાન તેમને બરાબર સમજાવી તેમના સંદેહને દૂર કરે છે. અને તે પણ ૩૦૦ શિષ્યો સાથે ભગવાનના સિષ્યપણાને સ્વીકારી લે છે.