________________
(૨૨૪) કલ્પસૂત્રની વાચનાઓ
વિચરવા લાગ્યા. અનુપમ જ્ઞાન, દર્શન, ચારિત્રયુક્ત પ્રભુ ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત થયા. આમ, ભાવના ભાવતાં સાડા બાર વર્ષ વીતી ગયાં.
બાર વર્ષની સાધનામાં પ્રભુએ નીચે પ્રમાણે તપ કર્યા;
છમાસી તપ એક વખત, છ માસમાં પાંચ દિવસ ઓછા એવી એક છમાસી. ચોમાસી તપ નવ વખત; ત્રિમાસી અઢીમાસી તપ બે વખત, બેમાસી છ વખત, દોઢમાસી બે વખત, માસખમણ ૧૨ વખત, અને પક્ષખમણ ૭૨ વખત કર્યાં. બે દિવસની ભદ્ર પ્રતિમા કરી, ચાર દિવસની મહાભદ્ર પ્રતિમા કરી, દશ દિવસની સર્વતોભદ્ર પ્રતિમા કરી. બસો ઓગણત્રીશ છઠ્ઠ કરી, બાર અઠ્ઠમ કર્યાં, ત્રણસોને ઓગણપચાસ પારણાં કર્યાં, એક દિવસ દીક્ષાનો થયો. આ પ્રમાણે બાર વર્ષ છ માસ અને પંદર દિવસની ઘોર સાધના પ્રભુએ કરી. આ બધો ઘોર તપ ચોવિહાર ઉપવાસથી કર્યો.
પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્તિ
જ્યારે તે૨મું વર્ષ ચાલતું હતું, વૈશાખ સુદ દશમ હતી, સૂર્ય પશ્ચિમ તરફ ઢળ્યો હતો. તે વખતે સુવ્રત નામના દિવસે વિજય મુહૂર્તો, શૃંભિકગ્રામ નગરની બહાર ઋજુવાલિકા નદીને કાંઠે વ્યાવૃત્ત નામે વ્યંતરના દેવાલયની લગભગ પાસે, શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં શાલ
છઠ્ઠી
વાચના
(બપોરે)
(૨૨૪)